કોડીનારમાં ભાજપ કાર્યાલય પર ચાલ્યું બુલડોઝર, ગેરકાયદેસર ભાગ તોડી પડાયો
Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લા હાલ દબાણ હાટાવ કામગીર ચાલી રહી છે, જેની ખુબ ચર્ચાઓ થઈ રહી છે. તો સાથે રાજક

Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લા હાલ દબાણ હાટાવ કામગીર ચાલી રહી છે, જેની ખુબ ચર્ચાઓ થઈ રહી છે. તો સાથે રાજકારણીઓએ પણ આ વિવાદમાંઝંપલાવ્યું હતું. કોંગ્રેસે આ કામગીરીને રાજકારણ પ્રેરિત ગણાવી હતી. કોંગ્રેસ MLA જીગ્નેશ મેવાણીએ પ્રશાસન પર સવાલો ઉઠાવતા ગંભીર આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે તમારામાં હિંમત હોય તો દિનુ બોઘા સોલંકી પાર કાર્યવાહી કરો.
ત્યારે આજે કોડીનારમાં પૂર્વ સાંસદ,પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પાલિકા પ્રમુખ દિનુ સોલંકીના ભાજપ કાર્યાલય પર બુલડોઝર ફરી વળ્યું છે અને ગેરકાયદેસર ભાગ તોડી પડાયો છે.
કોડીનાર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા જાહેર માર્ગો પરની પેશકદમીઓ, ગૌચરની જમીનના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીના ભાજપ કાર્યાલય બહાર દાદરાનું દબાણ હતું, જેને બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે.
ગીર સોમનાથ જિલ્લા કલેકટરે કહ્યું કે કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દબાણો દુર કરવાની કાર્યવાહી હજુ ચાલુ રહેશે.






