Surat/ અડાજણમાં બિલ્ડિંગની દીવાલ ધસી, પાલિકાની બેદરકારી પર સવાલ
સુરત શહેરમાં પાલિકાની એક પછી એક બેદરકારી સામે આવી રહી છે. તાજા બનાવમાં અડ
સુરત શહેરમાં પાલિકાની એક પછી એક બેદરકારી સામે આવી રહી છે. તાજા બનાવમાં અડાજણ વિસ્તારમાં આવેલી પીપી માણિયા હેલ્થકેર બિલ્ડિંગની દીવાલ ધસી પડતા અફરાતફરી મચી ગઈ હતી.
માહિતી મુજબ, બિલ્ડિંગ ખાતે બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક દીવાલ નમી જતા અને બાદમાં ધસી પડતા કન્સ્ટ્રક્શન સાઈટ પર નાસભાગ મચી હતી. સદનસીબે કોઈ મોટી જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ઘટના બાદ આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
સ્થાનિકોમાં ચર્ચા છે કે સુરતમાં અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે, છતાં પાલિકા તંત્ર દ્વારા પૂરતો બોધપાઠ લેવામાં આવતો નથી. અધિકારીઓની ધોરબેદરકારી સામે સવાલો ઊભા થયા છે.
દીવાલ નમી જતાં તાત્કાલિક રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, બાંધકામની ગુણવત્તા અને સલામતીના માપદંડોને લઈને ફરી એકવાર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.






