Surat/ અલથાણમાં મોડેલને એસિડ એટેકની ધમકી, પૂર્વ પ્રેમી સામે ગુનો નોંધાયો
સુરત શહેરના અલથાણ વિસ્તારમાં એક મોડેલને એસિડ એટેક કરવાની ધમકી આપવાના મ

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં એક મોડેલને એસિડ એટેક કરવાની ધમકી આપવાના મામલે ચકચાર મચી છે. આ કેસમાં પૂર્વ પ્રેમી દ્વારા સોશિયલ મીડિયા પર ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
માહિતી મુજબ, આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર ફોટા મૂકી એસિડ એટેક કરવાની ધમકી આપી હતી. ફાયરિંગ અને દુષ્કર્મના વિવાદ બાદ આ પૂર્વ પ્રેમીનું વધુ એક કારનામું સામે આવતાં મામલો ગંભીર બન્યો છે.આ કેસમાં મિતેષ જૈન નામના વેપારીએ ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદ અનુસાર, અગાઉ પણ આરોપી દ્વારા પીડિતાની કાર સળગાવી દેવાનો બનાવ બન્યો હતો.
ઘટનાને પગલે અલથાણ પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.





