મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: દિવાલ ધરાશાઈ થયા બાદ નારાયણ સ્કુલની ઇમારત જોખમી જાહેર, શિક્ષણકાર્ય બંધ કરાવાયું

વડોદરાના વાઘોડિયા પાસે આવેલી નારાયણ શાળામાં અચાનક ક્લાસરૂમની દિવાલ ધરાશાઈ થતા બેન્ચ પર બેઠેલા 4 વિ

વડોદરા: દિવાલ ધરાશાઈ થયા બાદ નારાયણ સ્કુલની ઇમારત જોખમી જાહેર, શિક્ષણકાર્ય બંધ કરાવાયું

વડોદરાના વાઘોડિયા પાસે આવેલી નારાયણ શાળામાં અચાનક ક્લાસરૂમની દિવાલ ધરાશાઈ થતા બેન્ચ પર બેઠેલા 4 વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. જેમાં એક વિદ્યાર્થીને તો માથામાં ટાંકા આવ્યા હતા. ત્યારે હવે આ મામલે વહીવટીતંત્રએ કાર્યવાહી કરી છે. નારાયણ સ્કુલની ઇમારતને જોખમી જાહેર કરી છે. એટલું જ નહીં પાલિકાએ નારાયણ શાળાનું શિક્ષણકાર્ય બંધ કરાવ્યું છે. 

નારાયણ શાળામાં અચાનક ક્લાસરૂમની દિવાલ ધરાશાઈ થયા બાદ સ્કૂલની ઈમારતને જોખમી જાહેર કરવામાં આવી છે. તેમજ નિર્ભયતા શાખાએ નોટિસ આપી ઈમારત ઉતારી લેવા આદેશ આપ્યા છે. ઈમારત સુરક્ષિત હોવાનું પુરવાર ન થાય ત્યાં સુધી શાળા બંધ કરવામાં આવી છે. 

સ્કૂલની માન્યતા સસ્પેન્ડ કરવામાં આવે તેમજ સ્કૂલને દંડ ફટાકરવામાં આવે - વાલી મંડળ

વાલી મંડળે કહ્યું હતું કે, વડોદરાની કેટલીક સ્કૂલોમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં બનેલી ઘટનાઓએ સ્કૂલોમાં ભણતા વાલીઓની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે. તેમાં પણ નારાયણ સ્કૂલમાં દીવાલ પડવાની ઘટનામાં સંપૂર્ણપણે શાળા સંચાલકોની બેદરકારી છે અને આ બદલ સ્કૂલની માન્યતા સસ્પેન્ડ કરવામાં આવે તેમજ સ્કૂલને ભારે દંડ ફટાકરવામાં આવે. 

ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં

વડોદરાની નારાયણ સ્કૂલમાં ચાલુ ક્લાસે દિવાલ ધરાશાઈ થવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. દિવાલ ધરાશાઈ થતા પાંચ વિદ્યાર્થીઓ નીચે પટકાય છે. શાળા સંચાલકોએ કહ્યું કે, રિશેષ દરમિયાન દિવાલ પડી હતી અને માત્ર એક જ વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. સીસીટીવી પરથી સ્પષ્ટ થાય છે કે શાળા સંચાલકે વાલીઓ અને મીડિયા બંનેને ગેરમાર્ગે દોર્યાં. જેમાં શાળા સંચાલકોનું જુઠ્ઠાણું પકડાઈ ગયું છે. 

દીવાલ પડતા 4 વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા

પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના વાઘોડિયા રોડ ગુરુકુલ ચાર રસ્તા પાસે સ્થિત નારાયણ શાળામાં શુક્રવારે ચાલુ ક્લાસે એકાએક ક્લાસરૂમની દિવાલ ધરાશાઈ હતી. દીવાલ પડતા 4 વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. જે પૈકી એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.  જેને માથામાં ટાંકા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ સમાચાર શેર કરો