મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

છોટાઉદેપુરની ભારજ નદી પર 50 કરોડના ખર્ચે બ્રિજ મંજૂર, બે માસથી ટેન્ડર પ્રક્રિયા લટકી

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ભારજ નદી ઉપર નો બ્રિજ ધોવાતા ડાયવર્ઝન મંજૂર થયો હતો.છોટાઉદેપુર જિલ્લ

છોટાઉદેપુરની ભારજ નદી પર 50 કરોડના ખર્ચે બ્રિજ મંજૂર, બે માસથી ટેન્ડર પ્રક્રિયા લટકી

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ભારજ નદી ઉપર નો બ્રિજ ધોવાતા ડાયવર્ઝન મંજૂર થયો હતો.છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ગામ પાસે ભારજ નદી ઉપર નેશનલ હાઇવે 56 વિભાગ દ્વારા ચાર કરોડ ના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે . છોટાઉદેપુર જિલ્લાના ભારજ નદી ઉપર બ્રિજ 50 કરોડ ના ખર્ચે બ્રિજ મંજૂર કરાયો છે. પરંતુ નેશનલ હાઇવે 56 વિભાગ ના એજ્યુકેટીવ ઈજેનર ની કચેરી બે માસ થી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી શકી નહિ.

આ પણ વાંચોઃ પલસાણાના વરેલીમાં માસૂમ પીંખાઈ, રમતી બાળકીને ઉઠાવી જઈ રૂમમાં સંતોષી હવસ

12 ટેન્ડર ભરાયા
 
12 જેટલા કોન્ટ્રાક્ટરો એ પુલ ની કામગીરી કરવા માટે ટેન્ડર ભર્યા છે પરંતુ એજ્યુકેટીવ ઈજેનર ની કચેરી આ ટેન્ડરો ની બિડ ખોલવામાં વિલંબ કરી રહી છે. છોટાઉદેપુર ના સાંસદ અને ધારાસભ્યો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મળીને નેશનલ હાઇવે 56 બે રાજ્યો ને જોડતા રસ્તા ઉપર આવેલ ભારજ નદી નો વર્ષો જૂનો બ્રિજ ધોવાઈ જતા સરકાર દ્વારા તાત્કાલિક મંજૂરી આપવામાં આવી હતી.

વાહનચાલકો પરેશાન

અધિકારીઓના વાંકે કોન્ટ્રાકટર પુલ બનાવવા માટે હજુ સુધી ટેન્ડર ખોલવાની અને વર્ક ઓર્ડર આપવાની કામગીરી કરાઇ નથી. જેના કારણે 25 કિલોમીટર ફરીને જતાં ભારદારી વાહન ચાલકો હેરાન પરેશાન છે. તેની ફિકર આ અધિકારીઓને નથી. એસી ચેમ્બર માં બેસીને વહીવટ કરતા અધિકારીઓના વાંકે બે રાજ્યો ના લોકો હેરાન પરેશાન છે 

આ સમાચાર શેર કરો