મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાવી જેતપુરમાં ભારજ નદી પરનો બ્રિજ અને ડાયવર્ઝન ધોવાઈ જતાં રેલવે સુવિધા બની આશિર્વાદ, સ્ટેશન પર વધી ભીડ

છોટાઉદેપુર જિલ્લા પાવી જેતપુર ખાતે ભારજ નદી ઉપર બ્રિજ અને

પાવી જેતપુરમાં ભારજ નદી પરનો બ્રિજ અને ડાયવર્ઝન ધોવાઈ જતાં રેલવે સુવિધા બની આશિર્વાદ, સ્ટેશન પર વધી ભીડ

છોટાઉદેપુર જિલ્લા પાવી જેતપુર ખાતે ભારજ નદી ઉપર બ્રિજ અને ડાયવર્ઝન ધોવાઈ ગયા છે. જેથી પાવી જેતપુર અને છોટાઉદેપુરની અને મધ્યપ્રદેશની પ્રજાને બોડેલી અને વડોદરા જવા માટે 25 કિલોમીટરનો ફેરો થઈ રહ્યો છે. જેથી હવે લોકો જમીન માર્ગની જગ્યા વાહનનો ઉપયોગ કરવાની જગ્યાએ રેલવે તરફ વળ્યા છે.

રેલવેમાં મુસાફરો વધ્યા

હાલાકીમાં પ્રજા માટે એક માત્ર રેલવે સેવા આશીર્વાદ રૂપ બની છે. વર્ષોથી ચાલતી ટ્રેનમાં છેલ્લા આઠ દિવસથી ભારે ભીડ જોવા મળી રહી છે. જ્યારે રેલવેમાં આવક પણ વધી છે. છોટાઉદેપુર વડોદરા રેલવેના રૂટમાં રેલવે વર્ષોથી ખોટ કરતી હતી. પરંતુ પાવી જેતપુરના ભારજ નદી ઉપરના બ્રિજ અને ડાયવર્ઝન ધોવાતા રેલવે ટ્રેન દ્વારા લોકો અવર જવર કરવા માટેનું મુખ્ય સાધન રેલવે બન્યું છે.

ડાયવર્ઝને દગો દીધો

લોકોના જણાવ્યા મુજબ રેલવે બ્રિજના પાયા ખુલ્લા થયા છે. પરંતુ રેલવે ચલાવવામાં આવે છે. જેનાથી દવાખાને જવા માટે અને વડોદરા જવા માટે ઘણી રાહત મળી રહી છે. જ્યારે ભારજ નદી પરના કરોડોના ખર્ચે બનેલા ડાયવર્ઝન અને બ્રિજથી દગો મળ્યો ત્યારે રેલવે સુવિધા આશિર્વાદ સમાન બની હોવાનું સ્થાનિકોએ વધુમાં ઉમેર્યુ હતું. 

આ સમાચાર શેર કરો