મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પોલીસ સ્ટેશનમાં પરણ્યા વર-વધુ, જમવાનું ઘટતાં લગ્ન મંડપમાંથી નાસી ગઈ હતી જાન

હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે. ત્યારે ગતરોજ વસંત પંચમીના રોજ વણજોયા મુહૂર્તમાં મોટી સંખ્યામાં સુરતમાં લગ્

સુરતમાં પોલીસ સ્ટેશનમાં પરણ્યા વર-વધુ, જમવાનું ઘટતાં લગ્ન મંડપમાંથી નાસી ગઈ હતી જાન

હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે. ત્યારે ગતરોજ વસંત પંચમીના રોજ વણજોયા મુહૂર્તમાં મોટી સંખ્યામાં સુરતમાં લગ્ન યોજાયા હતાં. જેમાં વરાછા વિસ્તારમાં પણ એક લગ્ન પ્રસંગ યોજાયો હતો. પરપ્રાંતિયો લગ્ન પ્રસંગમાંથી જાનને જમવાનું ઘટ્યું હતું. જેથી જાનમાં આવેલા વરરાજાના પરિવારજનો તથા જાનૈયા લીલા તોરણે નારાજ થઈને નાસી ગયા હતાં. 

આ પણ વાંચોઃ ધરમપુર પાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અચાનક ગાયબ, પરિવારજનો અને કાર્યકરોએ શરૂ કરી શોધખોળ

જાન નાસી ગઈ

વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી માતાવાડીના લક્ષ્મીનગરની વાડીમાં લગ્ન સમારંભ યોજાયો હતો. બિહારી પરિવારના લગ્ન સમારંભમાં ભોજન ઘટ્યું હતું. જેથી વરરાજા પક્ષે નારાજ થઈને પરણ્યા વગર જ વરરાજા અને જાનૈયા લગ્ન મંડપમાંથી નાસી ગયા હતાં.ત્યાર બાદ કન્યા અને તેના પરિવારજનો વરાછા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતાં. કન્યાને લગ્ન પૂર્ણ કરવા વિનંતી કરી હતી.

પોલીસે કર્યુ કાઉન્સેલિંગ

વરાછા પોલીસ વરરાજા લગ્ન માટે રાજી કરવા માટે પોલીસ દ્વારા સમજાવી કાઉન્સેલિંગ કરી તેના ઘરેથી મનાવી લેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ કન્યા-વરરાજાએ પોલીસ સ્ટેશનમાં જ રાત્રિના સમયે હાર તોરા કરવા માની ગયા હતાં. જેથી પોલીસ સ્ટાફની જગ્યાએ વર-વધુએ લગ્ન કર્યા હતાં. ત્યારબાદ તમામને વિદાય આપવામાં આવી હતી. 

આ સમાચાર શેર કરો