સુરતમાં શ્વાનનો આતંક યથાવત, લાઈટ બિલ ભરવા જતા યુવક પર શ્વાને હુમલો કરી ભર્યુ બચકું
સુરતમાં શ્વાન કરડવા ના કિસ્સા વધી ગયા છે. તેમજ રોજના શ્વાન કરડવાના અનેક કેસ હોસ્પિટ

સુરતમાં શ્વાન કરડવા ના કિસ્સા વધી ગયા છે. તેમજ રોજના શ્વાન કરડવાના અનેક કેસ હોસ્પિટલમાં આવી રહ્યા છે. આ ઉપરાંત શ્વાન દ્વારા ગાડીનો પીછો કરાતા કેટલીકવાર બાઇકચાલક શિકાર થઈ જાય છે અને આવી રીતે રોડ અકસ્માત થાય છે. સુરતમાં શ્વાનનો આતંક યથાવત છે. છેલ્લા કેટલાય દિવસથી ડોગ બાઈટના 477 કેસ નોંધાયા, 22 ગંભીર હાલતમાં નોંધાયા છે. ત્યારે પાલિકા દ્વારા લેવામાં આવતા પગલાં માત્ર કાગળ પર હોવાનું સામે આવી રહ્યુ છે.
યુવકને સારવાર માટે ખસેડાયો
સુરતમાં શ્વાન કરડવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. યુવક લાઈટ બિલ ભરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન શ્વાને હુમલો કર્યો હતો. પીંડિના ભાગે બચકું ભરી જતાં યુવકને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તબીબોએ ઈન્જેકશન આપીને સારવાર શરૂ કરી હતી.
ખસીકરણના નામે ધુમાડો
સુરતમાં ડોગ બાઈટના મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે. એક તરફ મનપા શ્વાનના ખસીકરણ પાછળ લાખોનો ધુમાડો કરી રહી હોવાનો દાવો કરે છે. તો બીજી તરફ ગ્રાઉન્ડ પર શ્વાનનો ત્રાસ યથાવત છે. સુરતમાં એક પછી એક શ્વાનના આતંકની ઘટનાઓ સામે આવતી જતી રહી છે. જેના કારણે સુરતના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.સુરત મહાનગરપાલિકા પણ આ બાબતે જાણે વધારે ગંભીર નથી દેખાતી. દિવસે દિવસે શ્વાન કરડવાના કેસમાં વધારો થતો જઇ રહ્યો છે.








