VIDEO: બોટાદમાં મીણના કારખાનામાં લાગી આગ, સદનસીબે જાનહાની ટળી
સોર્સ : gstv
બોટાદના હીફલી વિસ્તારમાં આવેલા મીણના કારખાનામાં વહેલી સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો. બંધ કારખાનામાંથી ધૂમાડો નીકળતા જોઈ કારીગરે માલિકને જાણ કરી હતી. ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોચી હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.
બંધ કારખાનામાં લાગી ભયાનક આગ
કારખાનું ખોલતાં અંદર આગ ઝડપથી ફેલાઈ હતી. મશીનરી તેમજ કાચો માલ બળીને ખાખ થઈ ગયો હતો.. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. માલિકના જણાવ્યા અનુસાર આશરે 10 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.પ્રાથમિક તપાસમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

