Video: બોટાદ સાયબર ક્રાઇમનો સપાટો; 43 કરોડની ઓનલાઇન ઠગાઇ આચારનાર ગેંગનો કર્યો પર્દાફાશ, એક સાગરીતની ધરપકડ
બોટાદ સાયબર ક્રાઇમે કરોડો રૂપિયાનો સાયબર ફ્રોડ કરતી ગેંગને ઝડપી પાડી તેન

બોટાદ સાયબર ક્રાઇમે કરોડો રૂપિયાનો સાયબર ફ્રોડ કરતી ગેંગને ઝડપી પાડી તેના એક સાગરીતને દબોચી લીધો છે. આ ગેંગ દ્વારા 43 કરોડ 60 લાખ જેટલા નાણાકીય વ્યવહારમાં સાયબર ફ્રોડ દ્વારા કરાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
ગેંગનો એક સાગરીત પકડાયો
ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર લોભામણી જાહેરાત મૂકી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. સરકારના એનસીઆરપી પોર્ટલમાં આ ગેંગ વિરુદ્ધ પાંચ ફરિયાદો નોંધાઈ હતી, જેમાં 1.5 કરોડ રૂપિયા જેવી છેતરપિંડી થઈ હોવાનો ઉલ્લેખ હતો. જે બાદ બોટાદ સાયબર ક્રાઇમે કરોડો રૂપિયાનો સાયબર ફ્રોડ કરતી ગેંગને ઝડપી પાડી તેના એક સાગરીતને અલીરજા સબીરઅલી માધવાણીને બોટાદના ગઢડા તાલુકામાંથી દબોચ્યો છે.
અન્ય ત્રણ વ્યક્તિના નામ ખુલ્યા
આરોપીઓએ તમામ રકમ ઉપાડી સગેવગે કરી હોવાની જાણકારી મળી રહી છે. આ ગેંગ દ્વારા 43 કરોડ 60 લાખ જેટલા નાણાકીય વ્યવહારમાં સાયબર ફ્રોડ દ્વારા કરાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. તપાસ દરમિયાન અન્ય ત્રણ વ્યક્તિના નામ ખુલ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટના અંગે બોટાદ સાઇબર ક્રાઇમ ગેંગના વ્યાપ, નાણાંની લેવડ દેવડ સહિત બાબતોને લઇને પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.






