ન્યૂ યર ઇફેક્ટ: બૂટલેગરોની નવી મોડસ ઓપરેન્ડી, ફૂડ સપ્લાયના નામે દારૂની હોમ ડિલિવરી શરૂ કરી
નવા વર્ષની ઉજવણી અને દારૂની પાર્ટીને સીધુ કનેક્શન છે જેના કારણે નવા વર્ષે વિદેશી દારુ

નવા વર્ષની ઉજવણી અને દારૂની પાર્ટીને સીધુ કનેક્શન છે જેના કારણે નવા વર્ષે વિદેશી દારુ અને બિયરની ડિમાન્ડ સામાન્ય દિવસ કરતા બમણી થઇ છે. ચાલુ વર્ષે દારૂની ડિમાન્ડને પહોંચી વળવા માટે બુટલેગરોએ દારુ સપ્લાય કરવા માટે કેરીયર તરીકે કામ કરતા યુવકોને મોટા પ્રમાણમાં સક્રિય કર્યા છે. જેમાં તેમને એક બોટલ સપ્લાય કરવા માટે રૂપિયા 50થી 100 રૂપિયા સુધીનું કમિશન આપવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં પ્રતિદિન ખુબ મોટા પ્રમાણમાં સ્થાનિક સ્તરે દારૂની સપ્લાય શરૂ થઇ છે જેમાં ફૂડ સપ્લાય કરતા યુવકોને પણ ફુડ ડિલેવરીના નામે દારુ સપ્લાય માટે મોકલવામાં આવી રહ્યાં છે.
નવા વર્ષે વિદેશી દારૂની ડિમાન્ડ વધી
નવા વર્ષની ઉજવણીને હવે બે દિવસ બાકી છે ત્યારે શહેરમાં વિદેશી દારૂની ડિમાન્ડ સરેરાશ કરતા બમણા ઉપરાંતની થઇ ગઇ છે. ખાસ કરીને બ્રાંડેડ વિદેશી દારૂ અને બિયર સપ્લાય કરતા બુટલેગરો પાસે ખુબ મોટાપ્રમાણમાં ઓર્ડર આવ્યા છે. જેની સપ્લાયને પહોંચી વળવા માટે બુટલેગરોએ દારૂની સપ્લાય કરતા યુવકોને સક્રિય કર્યા છે. જેમાં તેમને દારૂની એક બોટલ દીઠ રૂપિયા 50 થી 100 સુધીનું કમિશન આપવામાં આવી રહ્યું છે.
સૌથી નવાઈની વાત એ છે કે પોલીસ ટુ વ્હીલર પર દારૂની સપ્લાય કરતા શંકાસ્પદ યુવતોને ઝડપી લેવા માટે સક્રિય થતા બુટલેગરોએ ફુડ સપ્લાય કરતા વિવિધ ફુડ ચેઇનમાં કામ કરતા યુવકોને દારૂની ડીલેવરી કરવાની કામગીરી સોપી છે જેમાં તેમનું કમિશન પ્રતિબોટલ 150 રૂપિયા નક્કી કર્યું છે. જોકે, શહેરના સેટેલાઇટ, પ્રહલાદનગર, બોડકદેવ, થલતેજ, બોપલ, મકરબા, વૈષ્ણોદેવી, શાહીબાગ જેવા પોશ વિસ્તારોમાં જ ફુડ સપ્લાય સાથે જોડાયેલા યુવકોને કામગીરી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો: પાંચ મહિને બમણાની લાલચ આપી રશિયન નાગરિકે ભારતીયોના રૂ. 800 કરોડ લૂંટી લીધા
પોલીસનું ચેકિંગને કારણે દારૂની ડિમાન્ડ વધી
ડિસેમ્બર મહિનામાં સતત પોલીસ ચેકિંગને કારણે ગત વર્ષના પ્રમાણમાં 30 ટકા ઓછો દારુ મળ્યો છે જેની સામે ડિમાન્ડ વધારે હોવાથી દારૂની બોટલમાં 500થી 1000 રૂપિયાનો વધારો લઇને સપ્લાય શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દારુ સપ્લાય કરતા યુવકનું કમિશન પણ બોટલની કિંમતમાં ઉમેરવામાં આવી રહ્યું છે.
એકલ દોકલ બોટલ દારુ સપ્લાય કરતા યુવકો ઝડપાય તો પોલીસ માત્ર કેસ નોંધીને વધારે પુછપરછ કરતી નથી અથવા સેટીંગ કરી લે છે જેના કારણે પોલીસની ઘોંસ ઘણે અંશે ઓછી થઇ છે.








