ગુજરાતની સ્કૂલોને મળેલી બોમ્બની ધમકીનો મામલો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો દાવોઃ ઈ-મેઈલ રશિયન ડોમેન નહીં પણ...
ગુજરાતમાં લોકસભા ઈલેક્શન પહેલા અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમ

ગુજરાતમાં લોકસભા ઈલેક્શન પહેલા અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મામલે મોટો ખુલાસો થયો છે. પ્રધાનમંત્રી અમદાવાદ મતદાન માટે આવવના હતા અગાઉ એક દિવસ પહેલા સ્કૂલોમાં ધમકી ભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં આ બાબત સામે આવી છે.
પાકિસ્તાનના આર્મી કેન્ટોન્મેન્ટનું લોકેશન
પ્રાથમિક તબક્કામાં આ ધમકી ભર્યા ઈ-મેલ રશિયન ડોમેઈન પરથી સામે આવ્યું હતું. જોકે આ ઈમેલ [email protected] પરથી આવ્યો હતો.
પાકિસ્તાનના આર્મી કેન્ટોન્મેન્ટનું લોકેશન ક્રાઈમ બ્રાન્ચની તપાસ દ્વારા સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચને શંકા છે કે આ સમગ્ર ષડયંત્ર પાકિસ્તાનની કુખ્યાત એજન્સી ISI દ્વારા રચવામાં આવ્યું હોઈ શકે. 6મેના રોજ અમદાવાદની 28થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.
પાકિસ્તાનની કુખ્યાત એજન્સી ISI પર શંકા
ધમકીવાળી સ્કૂલો પર પોલીસે તપાસ કરી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડે પણ ઘટનાસ્થળ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે તપાસ દરમ્યાન કશું મળ્યું ન હતું.






