મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી બોગસ લેટરકાંડ: અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક પાટીદાર યુવતીને આપશે કાયમી નોકરી

અમરેલી જિલ્લાના બનાવટી લેટર કાંડમાં ફસાયેલ પાટીદાર દીકરીના મામલામાં એક નવો વળા

અમરેલી બોગસ લેટરકાંડ: અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક પાટીદાર યુવતીને આપશે કાયમી નોકરી

અમરેલી જિલ્લાના બનાવટી લેટર કાંડમાં ફસાયેલ પાટીદાર દીકરીના મામલામાં એક નવો વળાંક આવ્યો છે. અમરેલી જિલ્લાની મધ્યસ્થ સહકારી બેંક દ્વારા પીડિત દીકરીને કાયમી નોકરી આપવાની જાહેરાત કરી છે. આજે અમરેલીના સામાજિક આગેવાનોએ સહકારી આગેવાન દીલીપ સંધાણીને આ મુદ્દે રજૂઆત કરી હતી. જેમાં અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દીલીપભાઈ સંઘાણી દ્વારા ત્વરીત નિર્ણય કરવામાં આવ્યો.

આ પણ વાંચો : બનાસકાંઠામાં ગેરકાયદેસર રીતે લક્કી ડ્રોનો ધંધો ચલાવતા 6 લોકો વિરુદ્ધ ફરિયાદ

અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેકટર ભાવના ગોંડલીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે,  આજે મળેલી બેંકની બોર્ડ મીટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો. જેમાં જેલમુકતિ બાદ પીડિત દીકરી ઈચ્છે તો અમરેલી જિલ્લાની મધ્યસ્થ સહકારી બેંકમાં કાયમી નોકરી આપવા માટે ઠરાવ થયો. બેંકના તમામ ડિરેકટરો દ્વારા દીલીપભાઈ સંધાણીના આ પ્રસ્તાવને વધાવાયો હતો. પાટીદાર દીકરીને ફરી સન્માન મળે અને પોતે આત્મ નિર્ભર બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો.

આ સમાચાર શેર કરો