Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Complaint against 6 for illegally running lucky draw business

બનાસકાંઠામાં ગેરકાયદેસર રીતે લક્કી ડ્રોનો ધંધો ચલાવતા 6 લોકો વિરુદ્ધ ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 01 Jan 2025
લાઇવ ટીવીGoogle News
બનાસકાંઠામાં ગેરકાયદેસર રીતે લક્કી ડ્રોનો ધંધો ચલાવતા 6 લોકો વિરુદ્ધ ફરિયાદ

બનાસકાંઠા જિલ્લામાં લક્કી ડ્રો વિરુદ્ધ બનાસકાંઠા પોલીસે આખરે લાલ આંખ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર યોજાઈ રહેલ લક્કી ડ્રોની સામે આખરે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. લોકોને લોભામણી સ્કીમ આપી શોર્ટકટમાં પૈસાદાર થવા માટે આયોજકો દ્વારા લક્કી ડ્રોનું આયોજન કરવામાં આવે છે.

App Store

બનાસકાંઠા જિલ્લામાં લક્કી ડ્રોનું દુષણ ફેલાવનાર અશોક માળી(મોરથલ) સહિત 6 લોકો વિરુદ્ધ થરાદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દયાલપુરી ગૌશાળા લખાપુરાના આયોજકો વિરુદ્ધ પણ થરાદ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો : મિષ્ટાન ફૂડ લિમિટેડના નાણાંકીય વ્યવહારોમાં ગેરરીતિ વર્તાતા કંપનીને સેબીની નોટીસ

ગેરકાયદેસર રીતે આયોજન કરાતા લક્કી ડ્રો વિરુદ્ધ થરાદ Dysp એસ.એમ.વારોતરિયાજ ફરિયાદી બનીને ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન ક્રયા છે. ખોટી રીતે થતા લકી ડ્રો સામે કાર્યવાહી કરવા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ તંત્રનું ધ્યાન દોર્યું હતું. હજુ અનેક બનાસકાંઠામાં લકી ડ્રોના નામે કૂપનો વહેચાઈ રહી છે.