મિષ્ટાન ફૂડ લિમિટેડના નાણાંકીય વ્યવહારોમાં ગેરરીતિ વર્તાતા કંપનીને સેબીની નોટીસ

સાબરકાંઠામાં એક FMCG કંપની પર ખોટી બેલેન્સ શીટ બનાવી ભ્રમિત કરતી કંપનીને સેબી દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર રણાસણ હાઇવે પર આવેલી મિષ્ટાન ફૂડ લિમિટેડને સેબી દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. આ કંપની દ્વારા શંકાસ્પદન વ્યવહારો થયા હોવાની આશંકાને કારણે સેબીએ કાર્યવાહી હાથ ધરી હતી. મિષ્ટાન ફૂડ લિમિટેડ કંપનીના શેર માર્કેટ ટ્રેડિંગ બંધ કરવામાં આવ્યા છે. તેમજ નોટિસ આપી સાત દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરાઈ છે.
આ પણ વાંચો : અદાણી વિલ્મર: રૂ. 51,000 કરોડની આવક, 30 થી વધુ દેશોમાં બિઝનેસ; જાણો કંપની અચાનક ચર્ચામાં કેમ આવી
આ કંપની દ્વારા અલગ અલગ વ્યવસાયની ખોટી બેલેન્સ સીટ બનાવવામાં આવી હતી. તેમજ 60 લાખ રુપિયાનું લાઈટ બિલ આવ્યું હોવા છતાં 4 કરોડનું વાર્ષિક લાઈટ બિલ બતાવવામાં આવ્યું હતું. 2024માં આ કંપની દ્વારા 1200 કરોડનું ટર્નઓવર થયું હોવાની જાહેરાત કરાઈ હતી. જો કે, સેબીની નોટીસ બાદ આ કંપનીના શેરમાં 20% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

