અમદાવાદ: પોશ વિસ્તારમાં 20 વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો, લાયસન્સ વગર ક્લિનિક ચલાવતો
રાજ્યમાંથી અવારનવાર બોગસ તબીબો ઝડપાય છે, ડિગ્રી વગર હાટડીઓ ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. ત

રાજ્યમાંથી અવારનવાર બોગસ તબીબો ઝડપાય છે, ડિગ્રી વગર હાટડીઓ ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. ત્યારે આવો જ એક બોગસ તબીબ અમદાવાદના મેમનગર વિસ્તારમાંથી ઝડપાયો હતો. અમદાવાદની યુનિવર્સિટી પોલીસે આ બોગસ તબીબની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: જામનગર-રાજકોટ હાઈવે પર કાર અને ટુ વ્હીલર વચ્ચે ભયાનક અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યોના મોત
ઝડપાયેલ ડોક્ટર મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર કરતો હતો પ્રેક્ટિસ
આ ઝોલાછાપ તબીબનું નામ રૂહીદાસ ઢાલીની છે. છેલ્લા 20 વર્ષથી આ તબીબ બોગસ ક્લિનિક ચલાવતો હતો. ઝડપાયેલ ડોક્ટર મેડિકલ ડિગ્રી કે એલોપેથી દવા બાબતે કોઈ લાયસન્સ વિના પ્રેક્ટિસ કરતો હતો. મેમનગરના ગોપાલનગર વિભાગ 4 ના મુખ્ય રસ્તા પર મનીક્લિનિક નામે દવાખાનું ચલાવતો હતો.




