મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Amreli: ધાતરવડી નદીમાં ડૂબેલા વધુ એક યુવકનો મૃતદેહ ત્રણ દિવસ બાદ મળ્યો 

રાજુલાના ધારેશ્વર નજીક આવેલી ધાતરવડી નદીમાં ચાર યુવકોના ડૂબી જવાની દુઃખદ ઘટનામાં આ

રાજુલાના ધારેશ્વર નજીક આવેલી ધાતરવડી નદીમાં ચાર યુવકોના ડૂબી જવાની દુઃખદ ઘટનામાં આજે વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. આ સાથે ડૂબેલા યુવકોમાંથી અત્યાર સુધીમાં ત્રણ યુવકોની બોડી મળી આવી છે, જ્યારે હજી એક યુવક લાપતા છે.

ઘટનાની વિગત 

આ દુર્ઘટના રાજુલાના જૂની માંડવડી ગામ નજીક બની હતી, જ્યાં ચાર યુવકો નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. અમરેલી ફાયર વિભાગની ટીમ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ભારે જેહમત પૂર્વક શોધખોળ ચાલી રહી હતી.

આજે, ઘટનાસ્થળથી આશરે પાંચ કિલોમીટર દૂરથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, જેની ઓળખ કાના પરમાર તરીકે થઈ છે. ફાયર વિભાગની ટીમે કાના પરમાર સહિત કુલ ત્રણ યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા છે.

એક યુવક હજી પણ લાપતા

ફાયર વિભાગ દ્વારા ત્રણ યુવકોના મૃતદેહ મળી આવ્યા હોવા છતાં, હજી પણ એક લાપતા યુવકની શોધખોળ ચાલુ છે. ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા ગુમ થયેલા ચોથા યુવકને શોધવા માટે નદીના પ્રવાહમાં સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કરુણ ઘટનાને પગલે રાજુલા પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

આ સમાચાર શેર કરો