મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Amreli news: રાજુલા-જાફરાબાદ તાલુકામાં 3 દિવસમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્

Amreli news: રાજુલા-જાફરાબાદ તાલુકામાં 3 દિવસમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના રાજુલા-જાફરાબાદમાં શનિવાર સવારથી અવિરત કમોસમી વરસાદે જાણે માજા મુકી હોય ૧૦ ઇંચથી વધુ પાણી વરસ્યું હતું અને નદી નાળા છલકાયા હતાં. કુંભનાથ-સુખનાથના રહેણાકી વિસ્તાર ખાલી થાય તે પહેલા પાણી ફરી વળ્યા હતા તો રામપરા ગામે વોકળામાં પાણીના પ્રવાહમાં દૂધનો ટેમ્પો તણાયો હતો.

શનિ, રવિ, સોમ આમ ત્રણ દિવસ ભારે વરસાદ

રાજુલા અને જાફરાબાદ તાલુકામાં શનિવાર સવારના દસ વાગ્યાથી શનિ, રવિ, સોમ આમ ત્રણ દિવસથી સતત વરસાદ ચાલુ છે તેમજ રવિવાર રાત્રિના બે વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધીમાં એક સાથે નવ ઇંચ વરસાદ પડયો છે જેના કારણે રાજુલા શહેરમાં રેનબો સોસાયટી, સૂર્ય બંગ્લોઝ, છતડીયા રોડ તેમજ નીચલી બજારમાં પાણી ભરાયા હતાં. આ વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડયું છે.

 પીપાવાવ પોર્ટ અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી પાણી પાણી થઈ ગયું છે.  તેમજ રામપરા ગામે દૂધનો ટેમ્પો દૂધ લેવા જતો હતો ત્યારે એક વોકળામાં ફસાયો હતો અને અચાનક પાણી વધી ગયું હતું. જોકે સદનસીબે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. ગ્રામજનોએ ડ્રાઈવરને બચાવ્યો હતો, જો કે ટેમ્પો નદીમાં તણાઇ ગયો હતો તેમજ રાજુલા નજીક જાફરાબાદ તાલુકાનું સરોવડા ગામે વોકળામાં ટ્રેક્ટર લઇને જતા ટ્રેક્ટર તણાયું અને ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.

ધાતરવડી નદી પરના બનાવેલા ડેમના 35માંથી 19 દરવાજા ખોલવામાં આવ્યા

ધાતરવડી નદી પરના બનાવેલા ડેમના 35માંથી 19 દરવાજા ખોલવામાં આવ્યા હતા.જેથી ધાતરવડીમાં બે કાંઠે પાણી આવ્યું હતું. કુંભનાથ સુખનાથ મહાદેવની આજુબાજુના તમામ રહેણાક મકાનોને નોટીસો આપીને ખાલી કરવા માટે કહેલ પણ હજુ સુધી ખાલી કરે તે પહેલા ઘરમાં પાણી ઘુસી ગયા છે અને હો હા કરી મુકી છે. ડેમના સત્તાવાળાઓને સસ્પેન્ડ કરવા માંગણી ઉઠી છે.

 

આ સમાચાર શેર કરો