Amreli news: માછલી પકડતા સમયે ત્રણ સગા ભાઈ સહિત 4 યુવકો ડૂબ્યાં, એકનો મૃતદેહ મળ્યો
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક આવેલી ધાતરવડી નદીમાં ન્હાવા અને માછલ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક આવેલી ધાતરવડી નદીમાં ન્હાવા અને માછલી પકડવા ગયેલા ચાર યુવાનો ડૂબી જવાની ગમખ્વાર ઘટના સામે આવી હતી. આ દુર્ઘટનામાં મંગળવારે (28 ઓક્ટોબર) ડૂબેલા ચાર યુવકોમાંથી એક યુવકનો મૃતદેહ અમરેલી ફાયર વિભાગે શોધી કાઢ્યો છે, જ્યારે અન્ય ત્રણ યુવકો હજુ પણ પાણીના પ્રવાહમાં ગરકાવ છે.
એક યુવકનો મૃતદેહ મળ્યો
મળતી માહિતી મુજબ, મંગળવારે (28 ઓક્ટોબર) માછલી પકડવા ગયેલા રાજુલાના બર્બટાણા ગામના આ ચાર યુવકો ધાતરવડી નદીમાં ડૂબી ગયા હતા. અમરેલી ફાયર વિભાગ દ્વારા રાતભર અને સવારથી ચાલી રહેલી સઘન શોધખોળ બાદ મેરામભાઈ પરમાર નામના યુવકનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો છે. જોકે, અન્ય ત્રણ યુવકોની શોધખોળ હજુ પણ ચાલુ છે.




