મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કમોસમી વરસાદમાં અમરેલીના ધારેશ્વરની ધાતરવડી નદીમાં નહાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા

નવા વર્ષની શરૂઆતમાં વરસાદે પણ પોતાનું મુહૂર્ત કરી દીધું ગુજરાત ભરમાં ભારે વરસાદે તબાહી મચાવ

નવા વર્ષની શરૂઆતમાં વરસાદે પણ પોતાનું મુહૂર્ત કરી દીધું ગુજરાત ભરમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ખેડૂતોને મગફળી, સોયાબીન, ડાંગર, કપાસ સહિતના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે. રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો પણ ભારે વરસાદને પગલે નદીમાં આવેલા ઓચિંતા પાણીના વહેણને કારણે ડૂબ્યા છે. રાજુલાના બર્બટાણાના 4 યુવાનો ધાતરવડી નદીના ચેકડેમ પાસે નહાવા પડ્યા હતા. પરંતુ ભારે વરસાદને પગલે નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં તેઓ ડૂબ્યા હતા.  ઘટનાની જાણ થતાં મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો