મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠા : અમીરગઢના કીડોતરમાં 8 દિવસ પહેલા ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો, દુષ્કર્મ બાદ હત્યાની આશંકા

Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કીડોતર ગામમાં 8 દિવસ પહેલા ગુમ થયેલી બાળકીન

બનાસકાંઠા : અમીરગઢના કીડોતરમાં 8 દિવસ પહેલા ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો, દુષ્કર્મ બાદ હત્યાની આશંકા

Banaskantha News:  બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના  કીડોતર ગામમાં 8 દિવસ પહેલા ગુમ થયેલી બાળકીનો મૃતદેહ કુંવામાંથી મળી આવ્યો છે. બાળકીના પરિવારજનોએ  દુષ્કર્મ બાદ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. 

ઘટના અંગે મળતી વિગતો અનુસાર અમીરગઢના કીડોતર ગામમાં રબારી સમાજની એક બાળકી 15 જાન્યુઆરીએ ઘરેથી ગુમ થઈ ગઈ હતી. આજે 8 દિવસ પછી બાળકીનો મૃતદેહ અર્ધ કોહવાયેલી અવસ્થામાં કુંવામાંથી મળી આવ્યો છે. પોલીસે કુંવામાંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. 

ઘટનાની જાણ થતા બાળકીના પરિવારજનો સહિત આખું ગામ ઘટનાસ્થળે આવી પહોંચ્યું હતું. બાળકીના પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ લગાવ્યા છે કે તેમની બાળકી પર કોઈ નરાધમે દુષ્કર્મ આચરીને મોતને ઘાટ ઉતારી દીધી છે. તેમણે એમ પણ કહ્યું કે પોલીસે ફરિયાદ લઈને યોગ્ય તપાસ કરી હોત તો આ ઘટના ન બની હોત. 

પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો