મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગરમાં વધુ એક હત્યા, જેસરમાં 22 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો

Bhavnagar News : ભાવનગર જિલ્લામાં મારામારી અને હત્યાની ઘટના દિવસે-દિવસે વધી રહી છે, ત્યારે રાણી અને ગુજરડા ગ

ભાવનગરમાં વધુ એક હત્યા, જેસરમાં 22 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો

Bhavnagar News : ભાવનગર જિલ્લામાં મારામારી અને હત્યાની ઘટના દિવસે-દિવસે વધી રહી છે, ત્યારે રાણી અને ગુજરડા ગામ વચ્ચેના વિસ્તારમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે, જ્યારે જિલ્લાના સિહોરમાં મારામારીની ઘટનામાં આધેડનું મોત થયું છે, જેમાં સોનગઢ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચો : ભાવનગરના ટોડી ગામે મારામારીમાં ઈજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત, હત્યાનો ગુનો નોંધાયો

રાણી અને ગુજરડા ગામની વચ્ચેના વિસ્તારમાં બાઈક સાથે યુવકનો મૃતદેહ મળ્યો

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના રાણી અને ગુજરડા ગામની વચ્ચેના વિસ્તારમાં બાઈક સાથે 22 વર્ષીય તોહિતખાન બલોચ નામના  યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. યુવકની ગઈકાલે શનિવારે રાત્રિના સમયે હત્યા થઈ હોવાની આશંકા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચીને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. 

આ મામલે યુવકને કોઈએ મારીને ફેંકી દીધો હોવાની જેસર પોલીસના પીએસઆઈએ આશંકા વ્યક્ત કરી હતી. જ્યારે પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર મામલે વધુ ખુલાસો થઈ શકે છે. સમગ્ર ઘટનાને લઈને જેસર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો