મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: જલારામ બેકરીમાં થયો બ્લાસ્ટ, બે લોકો ગંભીર રીતે દાઝ્યા

રાજકોટના જંકશન વિસ્તારમાં જલારામ બેકરીમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બીજી તરફ

રાજકોટ: જલારામ બેકરીમાં થયો બ્લાસ્ટ, બે લોકો ગંભીર રીતે દાઝ્યા

રાજકોટના જંકશન વિસ્તારમાં જલારામ બેકરીમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બીજી તરફ આ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 

ઘટના સ્થળે સ્થાનિક લોકોનું ટોળું એકઠું

પ્રાપ્તા માહિતી પ્રમાણે રાજકોટના જંકશન વિસ્તારમાં સિંધી કોલોની પાસે સોમવારે સાંજે એકાએક જલારામ બેકરીમાં બ્લાસ્ટ થયો હતો. ઘટના સ્થળે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું છે. આ બનાવની જાણ થતા ફાયર અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 

ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થયો હોવાની આશંકા

ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થયો હોવાની આશંકા સેવાઈ રહી છે. આ બ્લાસ્ટમાં બે લોકો ગંભીર રીતે દાઝ્યા છે જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

આ સમાચાર શેર કરો