ભાજપના જૂથવાદનું એપી સેન્ટર અમરેલી, પક્ષપલટુઓએ જ 'કમળ'ની પ્રતિષ્ઠા ખરડી
લોકસભાની ચૂંટણી સમયથી સૌરાષ્ટ્રમાં જાણે ભાજપના નેતાઓ સામ-સામે રાજકીય તલવાર તાણી છે. લોકસભાની ટીકીટનો મુદ્દો હોય કે પછી ઈ

લોકસભાની ચૂંટણી સમયથી સૌરાષ્ટ્રમાં જાણે ભાજપના નેતાઓ સામ-સામે રાજકીય તલવાર તાણી છે. લોકસભાની ટીકીટનો મુદ્દો હોય કે પછી ઈફ્કોની ચૂંટણી હોય. આ બધાય મુદ્દા પછી હવે અમરેલી લેટરકાંડ ગુંજ્યો છે.
ટૂંકમાં ભાજપના જૂથો આમને-સામને આવ્યા છે. ભાજપ માટે રાજકીય લેબોરેટરી સમાન ગુજરાતમાં હવે વિપક્ષનું તો લગભગ નામું નંખાઈ ચુક્યું છે. ત્યારે ભાજપના જ કેટલાક નેતાઓ જ વિપક્ષની અદાકારી ભજવી રહ્યાં છે.
ભાજપના નેતાઓ અને આયાતી નેતાઓ વચ્ચે પોલીટિકલ વોર
હાલ મૂળ ભાજપના નેતાઓ અને આયાતી નેતાઓ વચ્ચે પોલીટિકલ વોર જામ્યો છે. દિલીપ સંઘાણીની સામે આયાતી ધારાસભ્ય અરવિંદ લાડાણીએ મોરચો માંડ્યો છે. લોકસભાની ચૂંટણી વખતે કમલમમાં ભરતી મેળો યોજવામાં આવ્યો હતો, તે હવે ભરતી મેળો યોજવામાં આવ્યો હતો તે હવે ભાજપને જ ભારે પડી રહ્યો છે.
મૂળ કોંગ્રેસની વિચારધારા ધરાવતાં ધારાસભ્યોને ભાજપના નેતાઓ સાથે મનમેળ જ નથી
આયાતી ધારાસભ્ય-નેતાઓ જ ભાજપની શિસ્તના લીરેલીરા ઉડાડી રહ્યા છે. મૂળ કોંગ્રેસની વિચારધારા ધરાવતાં ધારાસભ્યોને ભાજપના નેતાઓ સાથે મનમેળ જ નથી. આ અગાઉ પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડાયાએ પણ ગીર સેન્સિટીવ ઝોન મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી હતી.
અમરેલી, જામનગર, રાજકોટ સહિતની બેઠકોમાં ટીકીટ મુદ્દે ભાજપના નેતાઓ સામ-સામે આવ્યા
સૌરાષ્ટ્રમાં અમરેલી, જામનગર, રાજકોટ સહિતની બેઠકોમાં ટીકીટ મુદ્દે ભાજપના નેતાઓ સામ-સામે આવ્યા હતાં. એક પછી એક પત્રએ ભાજપના આંતરિક વિખવાદને વકરાવ્યો હતો. એક તબ્બકે રૂપાલાને ટીકીટ ન મળે તે માટે ભાજપના જ અસંતુષ્ટોએ ક્ષત્રિયોને પડદા પાછળ રહીને સાથ સહકાર આપ્યો હતો.
આ પણ વાંચો: લેટરકાંડમાં ભાજપના અસંતુષ્ટો જ અસલી ખેલાડી, કોંગ્રેસ માત્ર મહોરૂં; સૌરાષ્ટ્રના ત્રણ નેતા વિપક્ષની ભૂમિકામાં
ઈફકોની ચૂંટણીમાં પણ ભાજપની આંતરિક જૂથવાદ જોવા મળ્યો હતો કેમકે સી.આર.પાટીલે તો બિપીન ગોતાને મેન્ડેટ આપ્યો હતો, તેમ છતાંય ભાજપના દિગ્ગજ નેતા જયેશ રાદડિયાએ બંડ પોતારીને ચૂંટણી લડી હતી.
અમરેલી લેટરકાંડમાં પણ ભાજપના જ અસંતુષ્ટો મેદાને પડ્યાં
અમરેલી લેટરકાંડમાં પણ ભાજપના જ અસંતુષ્ટો મેદાને પડ્યાં છે. વિધાવસભા નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે રાજકીય હિસાબ કિતાબ કરવા ભાજપના દિગ્ગજો સક્રિય થયા છે. એક પૂર્વ સાંસદ ખુલ્લેઆમ વેકરિયાનું રાજકારણ પુરું કરવા મેદાને પડ્યાં છે.








