મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહીસાગરમાં કેટલાક શખ્સો દ્વારા ભાજપના યુવા મોરચા પ્રમુખ પર હુમલો

મહીસાગરમાં ભાજપના નગર યુવા મોરચા પ્રમુખ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રશાંત

મહીસાગરમાં કેટલાક શખ્સો દ્વારા ભાજપના યુવા મોરચા પ્રમુખ પર હુમલો

મહીસાગરમાં ભાજપના નગર યુવા મોરચા પ્રમુખ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રશાંત રાણા પર અંગત અદાવત રાખી કેટલાક લોકો એ તેમના હુમલો કર્યો હતો. મહીસાગર જિલ્લામાં લુણાવાડા કૉટેજ ચોકડી પાસે કેટલાક ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

આ હુમલામાં પ્રશાંત રાણાને કાન અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને કારણે તેમને વધુ સારવાર અર્થે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહીસાગર જિલ્લાની સમગ્ર ભાજપ ટીમ અને જીલ્લા પ્રમુખ દશરથ બારીયા પ્રશાંતની ખબર લેવા માટે હોસ્પિટલ પોહચ્યા હતા.

આ પણ વાંચો : રાજકોટમાં માતાએ દિકરાના આપઘાતનો બદલો લેવા પુત્રવધૂના ભાઈની કરી હત્યા, ત્રણની ધરપકડ

હુમલાની સમગ્ર ઘટનાને લઈ લુણાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હુમલો કેમ કરવામાં આવ્યો અને કયા કારણોસર કરવામાં આવ્યો તેની તપાસ પોલીસે હાથ ધરી છે. મારામારીની ઘટનાને લઈને લુણાવાડા નગરમાં તંગદિલી જેવો માહોલ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો