ભાજપ કાર્યકરની હત્યાનો કેસ: કોર્ટનો મોટો ચુકાદો, મોન્ટુ નામદાર સહિત 4 આરોપીઓને આજીવન કેદ
અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે વર્ષ 2022

અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે વર્ષ 2022માં ખાડિયા વિસ્તારમાં થયેલી ભાજપ કાર્યકરની હત્યાના ચકચારી કેસમાં આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ ગંભીર ગુનામાં સંડોવાયેલા કુખ્યાત મોન્ટુ નામદાર સહિત ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
ચાર આરોપીઓને દોષિત, આજીવન કેદની સજા મળી
આ કેસમાં કોર્ટે તમામ પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં રાખીને મોન્ટુ નામદાર (કુખ્યાત આરોપી), વિશ્વ રામી, જયરાજ દેસાઈ અને સુનિલ બજાણિય સહિત ચાર આરોપીઓને દોષિત ઠેરવ્યા છે અને આજીવન કેદની સજા સંભળાવી છે.
શું હતો સમગ્ર મામલો?
30 વર્ષ પહેલાં આરોપી મોન્ટુ નામદારે પિતરાઈ બહેન નમ્રતા સાથે લગ્ન કર્યા હતા. જેમાં નમ્રતાના પરિવારે લગ્નનો સ્વીકાર કર્યો નહોતો. નમ્રતાના ભાઇઓનો ખાસ મિત્ર રાકેશ ઉર્ફે બોબી હતો. જેમના કૌટુંબિક ઝઘડામાં રાકેશ ઉર્ફે બોબી મિત્રોને સાથ આપતો હતો. આ ઝઘડાની અદાવત રાખીને વર્ષ 2022 ખાડીયાની હજીરાની પોળમાં 5 વ્યક્તિઓએ મૃતક બોબી પર બેઝબોલના દંડા અને લાકડીના ફટકા મારી હત્યા કરી કરી હતી.
આ ઘટનામાં કુખ્યાત મોન્ટુ નામદાર અને તેના સાગરીતોનું નામ સામે આવ્યું હતું. આ હત્યાકાંડે તે સમયે સમગ્ર શહેરમાં ભારે ચકચાર જગાવી હતી. પોલીસ દ્વારા સઘન તપાસ બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને કેસ કોર્ટમાં ચાલ્યો હતો. આજે સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આ કેસમાં કડક વલણ દાખવતા ચારેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારીને ઉદાહરણ પૂરું પાડ્યું છે.







