મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરમાં પીએમ મોદીની જનસભામાં રૂપાલાની હાજરી અંગે ભાજપનું મૌન

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રચાર માટે પીએમ મોદીનું ગુજરાતમાં આગમન થઈ&n

સુરેન્દ્રનગરમાં પીએમ મોદીની જનસભામાં રૂપાલાની હાજરી અંગે ભાજપનું મૌન

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રચાર માટે પીએમ મોદીનું ગુજરાતમાં આગમન થઈ  ચૂક્યું છે. આજે વડાપ્રધાન મોદીએ ડીસા અને હિંમતનગરમાં જનસભા સંબોધી,આવતીકાલે 2જી મેના રોજ પીએમ મોદી આણંદ, જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં ભાજપની વિજય વિશ્વાસ જનસભાને સંબોધશે. 

આવતીકાલે સવારે 10 વાગ્યે આણંદ ખાતે સભાને સંબોધ્યા બાદ પીએમ મોદી 12 વાગ્યે સુરેન્દ્રનગરના વઢવાણમાં જનસભાને સંબોધશે. વઢવાણની જનસભામાં મોદી સુરેન્દ્રનગર, ભાવનગર અને રાજકોટના ભાજપ ઉમેદવાર માટે પ્રચાર કરશે. સામાન્ય રીતે જ ઉમેદવારના સમર્થનમાં જનસભા હોય છે તે પીએમ મોદી સાથે મંચ પર દેખાય છે. 

વઢવાણમાં યોજનારી જનસભામાં ભાવનગર બેઠકના ઉમેદવાર નિમુબેન બાંભણીયા તેમજ સુરેન્દ્રનગર બેઠકના  ઉમેદવાર  ચંદુભાઈ સિહોરા હાજર રહેવાના છે, પણ રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા હાજર રહેશે કે નહીં તે બાબતે ભાજપે કોઈ ફોડ પાડ્યો નથી અને મૌન સેવ્યું છે. 

ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રૂપાલાએ આપેલા નિવેદનને લઈને રાજ્યભરમાં ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે. આવામાં રૂપાલાને પીએમ મોદીની સભામાં હાજર રાખવા કે નહીં એ બાબતે ભાજપ નેતાઓ મૂંઝવણમાં છે. સૌથી મોટો સવાલ એ છે કે સુરેન્દ્રનગરમાં પીએમ મોદીની જનસભામાં રૂપાલા હાજર રહેશે કે નહીં?

આ સમાચાર શેર કરો