'બનાસકાંઠાની હારનું દુઃખ', સીઆર પાટીલે ભાજપની જીતની હેટ્રિક ના થતા માંગી માફી
કેન્દ્રીય મંત્રી બન્યા બાદ જ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ પ્રથમ વખત સુર

કેન્દ્રીય મંત્રી બન્યા બાદ જ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ પ્રથમ વખત સુરત આવ્યા હતાં. તેમનું અદકેરું સ્વાગત બાદ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સીઆર પાટીલે કાર્યકરોને સંબોધિત કરતાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. પાંચ લાખની લીડ સાથે 26 બેઠક ગુજરાતની જીતવાની વાત કરનારા પાટીલે કહ્યું કે, બનાસકાંઠાની સીટ હારી જવામાં કંઈક મારી જ ભૂલ હશે એટલે એ સીટ મેળવી શક્યા નહીં. બનાસકાંઠાની સીટ ન જીતી શકવાની જવાબદારી લઉ છું. 26 માંથી 26 ન જીતી શક્યા તે હું સ્વીકારું છું.
પાટીલે માફી માગી
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠક મેળવવાની હેટ્રિક નથી થઈ તેની જવાબદારી પોતાની હોવાનો સ્વીકાર કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે શુક્રવારે સ્વીકારી હતી. કેબિનેટ મંત્રી બન્યા બાદ આયોજિત કાર્યકર્તા અભિવાદન સમારોહમાં પાટીલે જણાવ્યું હતું કે, એક બેઠક 30 હજાર મતે ગુમાવવી પડી એ મારી ભૂલ હશે. કયાંક કચાશ રહી ગઈ હશે એમ જણાવતા પાટીલે માફી માગી હતી. તેમણએ ઉમેર્યું હતું કે, રેકોર્ડ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે.
મતની સંખ્યામાં વધારો
ભલે એક સીટ ગુમાવી પરંતુ કોંગ્રેસને મળેલા મતની સરખામણીમાં ભાજપને 1.83 લાખ મત મળ્યા છે. જેમાં સુરતની બિનહરીફ ઐતિહાસિક બેઠકના 8 લાખ મતનો ઉમેરો કરીએ તો ભાજપને મળેલા મતની સંખ્યા હજુ પણ વધશે. પક્ષના કાર્યકર્તાઓને કારણે જ કોંગ્રેસના ઉમેદવાર હારી જવાની સ્થિતિ પારખીને તેના હાજા ગગડી ગયા હતા. તેમણે જળ શક્તિ મંત્રાલય હેઠળના વરસાદી પાણીના સંગ્રહ અને 10 ફૂટના વૃક્ષો વાવવાની ઝુંબેશને આગળ ધપાવા હાકલ કરી હતી. 20 જુલાઈથી પ્રદેશ અધ્યક્ષ તરીકેની કામગીરી પણ પક્ષના કાર્યકર્તા વિના કરી શકે એમ નહીં હોય સહકાર આપવાની અપીલ કરી હતી.








