JUNAGADH : જુનાગઢ મનપાના અણધણ વહીવટ સામે હવે ભાજપના જ ધારાસભ્યએ અવાજ ઉઠાવ્યો, લેટર વાયરલ
Junagadh News : જુનાગઢ શહેરને રખડતા પશુ, ભુગર્ભ ગટર, તૂટેલા રસ્તાઓ, હવે ધૂળિયા રસ્તાઓ

Junagadh News : જુનાગઢ શહેરને રખડતા પશુ, ભુગર્ભ ગટર, તૂટેલા રસ્તાઓ, હવે ધૂળિયા રસ્તાઓ અણધડ વહીવટ મુદ્દે લોકો અને વિપક્ષ અનેકવાર રજૂઆત કરી થાકી ગયા પરંતુ જૂનાગઢની સ્થિતિમાં સુધારો થતો નથી અલબત્ત મુખ્યમંત્રીએ પણ જુનાગઢમાં આવીને બે બે વાર ટકોર કરી છતાં પણ હજુ જુનાગઢની હાલત સુધારતી નથી. હાલમાં જુનાગઢ મહાનગરપાલિકામાં વહીવટદારનું શાસન છે.
ભાજપ MLA સંજય કોરડીયા મેદાનમાં આવ્યાં
દોઢ માસ પહેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓને ટર્મ પૂરી થઈ ગઈ છે. હવે ખુદ જુનાગઢ ના ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયા મેદાનમાં આવ્યા છે. તેમણે વિવિધ દસ મુદ્દે મનપાના કમિશનરને શહેરીજનોની વ્યથા કહી છે અને કહ્યું છે કે તમારા વહીવટના લીધે જુનાગઢની પ્રજા અને જુનાગઢ આવતા પ્રવાસીઓ ત્રાહિમામ થઈ ગયા છે. હવે તમે જુનાગઢને કેવી કેવી રીતે સુધારી શકશો તેના સૂચનો કર્યા છે.
મનપા બન્યાને બે દાયકા બાદ પણ સ્થિતિ સુધરી નથી
હાલમાં જુનાગઢ શહેરમાં ચોતરફ રખડતા પશુઓ, ભૂગર્ભ ગટરના કારણે આડેધડ ખોદેલા રસ્તાઓ, થોડાક સમય પહેલા બનાવેલા રસ્તાઓની કાકરી ઉડી ગઈ અને હાલ ધૂળિયું ગામ બની ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે મનપા બન્યાને બે દાયકા બાદ પણ હજુ ફિલ્ટર વાળું પાણી મળતું નથી, આડેધડ નોનવેજનું વેચાણ કરવામાં આવે છે, ઘાસચારા વેચવા પર પ્રતિબંધ હોવા છતાં ખુલ્લેઆમ ઘાસચારો વેચવામાં આવે છે
નવા બનાવેલા રસ્તા ફરી આયોજનના અભાવે તોડવા પડે છે આવી અનેક સ્થિતિથી અનેક લોકો ત્રાહિમામ થઈ ગયા છે અને અકસ્માતના ભોગ બની રહ્યા છે હવે તો જુનાગઢને સુધારો તેવું ખુદ ભાજપના જ ધારાસભ્ય એ કહેતા હાલ જુનાગઢ અને સમગ્ર ગુજરાતના રાજકારણમાં માહોલ ગરમાયો છે.








