મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'સ્વિમિંગ પૂલમાં ઘાસ ઉગ્યું' અને ₹40 લાખ ગાયબ? લુણાવાડા પાલિકામાં ભાજપના જ સભ્યોએ પ્રમુખને ઘેર્યા

મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકામાં ફરી એકવાર શાસક પક્ષ ભાજપમાં આંતરિક ઘર્ષણ અને જૂથવાદ સપા

મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકામાં ફરી એકવાર શાસક પક્ષ ભાજપમાં આંતરિક ઘર્ષણ અને જૂથવાદ સપાટી પર આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખના વહીવટથી નારાજ થઈને ખુદ ભાજપના જ 10 જેટલા સભ્યોએ મેદાને આવીને પ્રમુખ પર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા છે.

આ સભ્યોએ પાલિકા પ્રમુખ પર ₹40 લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો સીધો આરોપ લગાવ્યો છે. આંતરિક વિખવાદનું મુખ્ય કારણ સ્વિમિંગ પૂલના સમારકામ અને વસ્તુ ખરીદીમાં કથિત ગેરરીતિ હોવાનું સામે આવ્યું છે. સભ્યોના જણાવ્યા અનુસાર, સ્વિમિંગ પૂલના સમારકામ અને વસ્તુઓની ખરીદી માટે પાલિકા દ્વારા ₹40 લાખની રકમ ઉપાડવામાં આવી છે, છતાં સ્વિમિંગ પૂલની સ્થિતિ અત્યંત દયનીય છે અને તેમાં ઘાસ ઉગી ગયું છે. 

ઉલ્લેખનીય છે કે, લુણાવાડા નગરપાલિકામાં આ પહેલો વિવાદ નથી. દિવાળીના તહેવાર પહેલા પણ પાલિકા LED કોભાંડના આરોપોને કારણે વિવાદમાં રહી હતી, અને હવે સ્વિમિંગ પૂલ કૌભાંડનો આરોપ લાગ્યો છે.

ભ્રષ્ટાચાર સાબિત થશે તો જાહેર જીવન છોડવાની વાત કરનાર પ્રમુખની ફરી પોલ ખુલી

આ અગાઉ, જ્યારે દિવાળી પહેલા LED કોભાંડના આરોપો લાગ્યા હતા, ત્યારે પાલિકા પ્રમુખે જાહેર નિવેદન આપ્યું હતું કે જો ભ્રષ્ટાચાર સાબિત થશે તો તેઓ વિજિલન્સ તપાસ માટે તૈયાર છે અને જાહેર જીવન છોડી દેશે. હવે ખુદ તેમના જ પક્ષના 10 સભ્યો લેખિત પુરાવાઓ સાથે મેદાને આવ્યા છે. 

નારાજ સભ્યોએ માત્ર આક્ષેપો જ નથી કર્યા, પરંતુ ટેન્ડર સહિતના લેખિત પુરાવાઓ સાથે આ ભ્રષ્ટાચારની રજૂઆત ભાજપના મોવડી મંડળ (મહુડી મંડળ) તેમજ શહેર પ્રમુખને કરી છે. આ ઘટનાથી લુણાવાડા ભાજપમાં ભારે ગરમાવો આવ્યો છે અને આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. 

આ સમાચાર શેર કરો