VIDEO: લાઠીમાં ભાજપ અગ્રણીનો પુત્ર રહસ્યમય રીતે ગુમ, પોલીસ દ્વારા શોધખોળ શરૂ
અમરેલીના લાઠીમાં ભાજપના અગ્રણી અને વેપારીનો પુત્ર રહસ્યમય રીતે ગુમ થયો છે. શહેર ભાજ
અમરેલીના લાઠીમાં ભાજપના અગ્રણી અને વેપારીનો પુત્ર રહસ્યમય રીતે ગુમ થયો છે. શહેર ભાજપ કોષાધ્યક્ષ જયેશભાઈ ઠક્કરના પુત્ર અને યુવા મોરચાના મંત્રી મિલન ઠક્કર છેલ્લા બે દિવસથી ઘરેથી કહ્યા વગર નીકળી ગયા છે. આ મામલે સોશિયલ મીડિયા પર વિગતો આપનારને વળતરની જાહેરાત સાથેની પોસ્ટ પણ વાયરલ થઈ છે. લાઠી પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી યુવા આગેવાનની શોધખોળ માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


