મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાવરકુંડલામાં LPG ગેસ એજન્સી બહાર લાંબી લાઈન, ઓનલાઈન રજિસ્ટ્રેશનનો મેસેજ ન આવતા ગ્રાહકો પરેશાન

અમરેલીના સાવરકુંડલામાં ગેસ સિલિન્ડરના રજિસ્ટ્રેશન માટે ગ્રાહકોને ભારે

અમરેલીના સાવરકુંડલામાં ગેસ સિલિન્ડરના રજિસ્ટ્રેશન માટે ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાવરકુંડલાના દેવળાગેટ વિસ્તારમાં આવેલી ઇન્ડેન ગેસ એજન્સી ખાતે વહેલી સવારથી જ ગેસ ધારકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઓનલાઈન રજિસ્ટ્રેશનનો મેસેજ ન આવતા ગ્રાહકો ભારે પરેશાન થયા છે. ધોમધખતા તાપમાં લોકો લાઈનોમાં ઉભા રહેવા મજબૂર છે. ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતી સરકાર સામે LPG ગેસના ગ્રાહકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. 

આ સમાચાર શેર કરો