મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: લ્યો બોલો! ભાજપના આગેવાને મહિલા સ્નાનાગરમાં સીવણ કલાસ શરૂ કર્યા, જાણો મહિલા દીઠ કેટલા રૂપિયા ઉઘરાવાતા?

રાજકોટમાં ભાજપના એક આગેવાને મહિલા સ્નાનાગરને રંગરોગાન કર

Video: લ્યો બોલો! ભાજપના આગેવાને મહિલા સ્નાનાગરમાં સીવણ કલાસ શરૂ કર્યા, જાણો મહિલા દીઠ કેટલા રૂપિયા ઉઘરાવાતા?

રાજકોટમાં ભાજપના એક આગેવાને મહિલા સ્નાનાગરને રંગરોગાન કરી તે જગ્યાએ સીવણ કલાસ શરૂ કરી દેતા વિવાદ ઉભો થયો છે. સીવણ ક્લાસના સંચાલકના જણાવ્યા મુજબ કોર્પોરેશને અમને આ જગ્યા સોંપેલી છે. જો કે સંચાલક એક મહિલા દીઠ રૂપિયા 700 ઉઘરાવતો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. 

રાજકોટ મનપાના એક સ્નાનાગારનો ઉપયોગ માઠા પ્રસંગે મહિલાઓને ન્હાવા માટે રાજકોટ મનપાના સ્નાનાગારનો ઉપયોગ કરવામાં આવતો હતો. પણ આજે ત્યાં ભાજપ આગેવાને રંગરોગાન કરી સીવણ કલાસ શરૂ કરી દીધા છે. સીવણ ક્લાસ સંચાલક ધર્મેશ ઝરીયા એક મહિલા દીઠ રૂપિયા 700 ઉઘરાવતો  હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

મહિલા કોર્પોરેટર સોનલબેન સેલારાના પતિ જીતુ સેલારા પાસેથી મંજૂરી મેળવી કલાસ શરૂ કરાયા હતા. તેમણે કહ્યું અમે મંજૂરી માટે અરજી કરી છે. મંજૂરી ન મળતા અમે તે જગ્યા ખાતેથી મશીન ફેરવી નાખ્યા છે. ધર્મેશ ઝરિયાએ જણાવ્યા મુજબ અમારી જ્ઞાતિના ટ્રસ્ટને સ્નાનાગરનું સંચાલન સોંપાયું છે. કોર્પોરેશને અમને આ જગ્યા સોંપી છે. વિધવા બહેનોને પગભર કરવા અમે કલાસીસ શરૂ કર્યા હતા,અમે કોઈ રૂપિયા લીધા નથી. 

આ સમાચાર શેર કરો