મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાજપના નેતાજી ગેરકાયદે કોલ સેન્ટરથી કમાયેલા નાણાંથી ખરીદેલી પ્રોપર્ટી વેચવા કરી રહ્યા છે ભલામણો

ગુજરાત: પ્રદેશ ભાજપના એક નેતાને પોતાના પાપે ડિફેન્ડર કાર ખરીદવા

ભાજપના નેતાજી ગેરકાયદે કોલ સેન્ટરથી કમાયેલા નાણાંથી ખરીદેલી પ્રોપર્ટી વેચવા કરી રહ્યા છે ભલામણો

ગુજરાત: પ્રદેશ ભાજપના એક નેતાને પોતાના પાપે ડિફેન્ડર કાર ખરીદવાના શોખથી દૂર રહ્યા તેવા કડક ઝભ્ભાના શોખીન અને વિગ રાખનાર નેતાનો કોલ સેન્ટર કાંડ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. 

આ નકલી કોલ સેન્ટરથી અમેરિકન નાગરિકોની આંતરડી બાળી કમાયેલા રૂપિયાથી ખરીદેલા પકવાન ચાર રસ્તા નજીકની એક પ્રોપર્ટીના વેચાણ માટે હવાતીયા મારી રહ્યા છે. કડક ઝભ્ભાના શોખીન નેતાજી પ્રદેશ ભાજપમાં આવતા જતા તમામ નેતાઓને પ્રોપર્ટી વેચવા માટે ભલામણો કરતા ફરી રહ્યા છે. 

પ્રદેશ ભાજપના વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ થોડા સમય પહેલા આ નેતાજી ચંદીગઢ ખાતે પોતાના ખૂબ નજીકના મનાતા એવા "ડોગ"રા ના ખભે જાણે કે બંદૂક ફોડતા હોય તેમ નકલી કોલ સેન્ટર ચલાવવા માટે સોંપી દીધું હતું. આ કોલ સેન્ટરના માધ્યમથી લાખો કરોડોની કાળી કમાણી એકઠી કરી તેમાંથી અમદાવાદની આસપાસ જમીનો ખરીદી સાથે જ કેટલી પ્રોપર્ટી પણ વસાવી હોવાની ચર્ચા ચાલી રહી છે. એ જ પૈકીની આ પકવાન ચાર રસ્તા નજીકની એક પ્રોપર્ટી વેચવા માટે નેતાજી હાલ ભલામણો કરતા ફરી રહ્યા છે.

એક ચર્ચા એવી પણ છે કે આ કોલ સેન્ટરના કામ અર્થે આ નેતાજી ચંદીગઢ ગયા ત્યારે એરપોર્ટ પર મારામારી પણ કરી હતી ત્યારે આ મામલે પ્રદેશના જ કેટલાક નેતાઓ કહી રહ્યા છે કે ભાજપ હાઈકમાન્ડના નામે આ નેતાજી કાર્યકર્તાઓને ધમકાવે પણ છે.

આ સમાચાર શેર કરો