પરિણામ બાદ નેતાઓ થયાં શાસક-વિપક્ષના નેતા થયા રઘવાયા, ભાજપના નેતાએ આ રાજ્યના લોકોના આર્થિક બહિષ્કારની કરી પોસ્ટ
લોકસભા 2024 ની ચૂંટણીના ભાજપ-કોંગ્રેસ માટે ધાર્યા પરિણામ આવ્યા નતી. જેતી સુરતના કેટલાક રા

લોકસભા 2024 ની ચૂંટણીના ભાજપ-કોંગ્રેસ માટે ધાર્યા પરિણામ આવ્યા નતી. જેતી સુરતના કેટલાક રાજકીય નેતાઓ બોખલાઈ ગયા છે. ભાજપ અને કોંગ્રેસના કેટલાક બોખલાયેલા નેતાઓનો માનસિક એઠવાડ સોશિયલ મિડીયા પર ઠલવાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ભાજપના એક નેતાએ યુપી અને રાજસ્થાનવાસીઓનો આર્થિક બહિષ્કારની પોસ્ટ કરી દીધી હતી. જ્યારે કોંગ્રેસના એક નેતાએ પરિણામ બાદ ભાજપની 400 બેઠક ન આવતા એક ગાળ સાથે 400 પાર સાથે ગાળો લખી દીધી છે. પરિણામ બાદ કેટલાક નેતાઓ બોખલાઈ જઈને સોશિયલ મીડિયા પર એઠવાડ ઠાલવી રહ્યા છે. તેની આકરી ટીકા લોકો દ્વારા કરવામાં આવી રહી છે.
બોખલાહટ સોશિયલ મીડિયામાં ઠલવાઈ
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે 400 પારનો નારો આપ્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસે સરકાર બનાવવા માટેનો દાવો કર્યો હતો. પરંતુ લોકસભાની ચૂંટણીના આવેલા પરિણામ ચોંકાવનારા આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે કરેલો દાવો સાકાર નથી થયો તેની સાથે કેટલાક નેતાઓ બોખલાઈ ગયાં છે અને તેમની બોખલાહટ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે તે સુરતના લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
યુપી-રાજસ્થાનીઓને ટાર્ગેટ કરાયા
ભાજપના એક નેતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે તેના કારણે વિવાદ ઉભો થયો છે. નેતાએ પોસ્ટ કરી છે કે, યુપી વાસીઓ અને રાજસ્થાનીનો બહિષ્કાર કરી દો. ભૈયાભાઈથી ખાવાનું પીવાનું કોઈ પણ વસ્તુ લેવાનું બંધ કરી દો. આ પોસ્ટ બાદ સામાન્ય લોકો સાથે ભાજપના પણ કેટલાક કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર તો કોમેન્ટ કરી રહ્યાં છે તેની સાથે એવી પણ ચર્ચા કરી રહ્યાં છે કે, જો ભાજપના નેતાએ પોસ્ટ કરી છે તે મુજબ તો પાલિકાના કેટલાક રાજસ્થાની અને ઉત્તરપ્રદેશવાસી કોર્પોરેટરો છે પહેલા તેમનો વિરોધ કરવો જોઈએ.








