મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગીર-સોમનાથના કલેક્ટરની બદલી રોકવા ભાજપ નેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, જાણો શું છે મામલો

Gir-Somnath News : ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જા

ગીર-સોમનાથના કલેક્ટરની બદલી રોકવા ભાજપ નેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, જાણો શું છે મામલો

Gir-Somnath News : ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સમગ્ર ગીર-સોમનાથ જિલ્લામાં સારી કામગીરી કરી રહ્યાં છે અને ગેરકાયદેસર દબાણો, ગેરકાયદેસર ખાણો સહિતની કામગીરી પર કડક પગલાં લીધા છે,  જેના લીધે રાજકીય ઓથ ધરાવતા ભૂમાફીયાઓ અને વ્હાઇટ કોલર રાજકીય નેતાઓએ કલેક્ટરની બદલી કરવા માટે સરકાર પર દબાણ કર્યાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

એવામાં ભાજપના  નેતા અને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પિયુષ ફોફંડીએ સરકારમાં ઉચ્ચકક્ષાએ લેખિત  રજૂઆત કરી છે.  પિયુષ ફોફંડીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને અરજી લખી છે અને ગીર-સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની બદલી રોકવા રજૂઆત કરી છે. આ અરજીમાં તેમણે લખ્યું છે - 

“હાલમાં જ નવનિયુક્ત : જીલ્લા કલેકટર તરીકે જાડેજા સાહેબની નિમણુક સરકાર દ્વારા કરવામાં આવી છે અને કલેકટર તરીકે જાડેજા સાહેબ અદ્ભુત રીતે સમગ્ર ગીર-સોમનાથની સકલ બદલાવવા માટે દિવસ રાત અવિરત પ્રયાસ કરી રહ્યા છે. કલેકટર તરીકે જાડેજા સાહેબ આવ્યા બાદ સમગ્ર જીલ્લા માં નવચેતનાના પ્રાણ પુરાણા છે.

જિલ્લા કલેકટર સાહેબ ભૂ-માફિયા, અનાજ માફિયા અને અનીધીકૃત બાંધકામો ઉપર કડક રીતે કામ કરી રહ્યા છે, અને આ રીતે કાર્યવાહીની હાલ ખુબ જરૂરિયાત છે. સમગ્ર રાષ્ટ્ર જયારે પ્રગતિના પંથ ઉપર ચાલી રહ્યો હોય ત્યારે ગુજરાત અને ગુજરાતનો કોઈ પણ જિલ્લો વિકાસ બાબતે તેમાં પાછળ રહી ના શકે અને તે માટે જાડેજા સાહેબ મહેનત કરી રહ્યા છે.

અમુક ભૂ-માફિયા અને અનાજના કાળાબજારી કરનારા તત્વો બાનમાં મુકાયા છે ત્યારે સમગ્ર પંથકમાં કલેકટર સાહેબની બદલી બાબતે આવા તત્વો જાડેજા સાહેબ બદલી માટે પ્રયાસ કરી રહ્યા છે તેવા સમાચાર જુદા જુદા સમાચારના માધ્યમો દ્વારા મળી રહ્યા છે. આ સાથે સમાચારોનું બીડાણ પણ સામેલ કરી રહ્યો છું.

કલેકટર તરીકે જાડેજા સાહેબ પોતાની ફરજો પ્રત્યે નિષ્કામ અને દિવસ રાત કાર્ય કરી રહ્યા હોઈ ત્યારે, આવા નિષ્પક્ષ કલેકટર જાડેજા સાહેબને વધુ સત્તા આપી સમગ્ર જિલ્લામાંથી ગોચર માફિયા, ભૂ માફિયા, અનાજ માફિયા અને આવારા તત્વો સામે વધુ કડક કાર્યવાહી કરવા માટેની સુચના આપવા માટે વેરાવળ-સોમનાથના સમગ્ર નગરજનો વતી આપ સાહેબને નમ્ર અરજ અને અપીલ કરું છું.”

આ સમાચાર શેર કરો