મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગીર સોમનાથમાં ભાજપ નેતાએ કર્યું યુવકનું અપહરણ, પાંચ કલાક સુધી ગોંધી રાખી ઢોર માર મારવાનો આક્ષેપ

ગીર સોમનાથમાંથી ભાજપ સત્તાધીશના પરિવારજન દ્વારા એક યુવકનું અપહરણ કરી ઢોર માર મારવાની

ગીર સોમનાથમાં ભાજપ નેતાએ કર્યું યુવકનું અપહરણ, પાંચ કલાક સુધી ગોંધી રાખી ઢોર માર મારવાનો આક્ષેપ

ગીર સોમનાથમાંથી ભાજપ સત્તાધીશના પરિવારજન દ્વારા એક યુવકનું અપહરણ કરી ઢોર માર મારવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે દિવસ પહેલા ભાજપ નગર સેવિકાના પતિ અને અન્ય સાથીદારો દ્વારા લોહાણા યુવકનું અપહરણ કરી અને ઢોર માર મારવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ યુવકને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો : રાજકોટમાં ડોક્ટરે એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈ પોતાના ઘરે જ જીવન ટૂંકાવ્યું

મળતી માહિતી પ્રમાણે, ગીર સોમનાથ જિલ્લાના ઊનામાં શંકાના આધારે લોહાણા યુવકનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. તેમજ પાંચ કલાક સુધી ગોંધી રાખી બેફામ મારમાર્યો હોવાનો ભોગ બનનાર યુવકે આક્ષેપ લગાવ્યો હતો. આ સંદર્ભમાં ઉના લોહાણા મહાજન દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આપ્યું છે.

ઊના ભાજપના નગર પાલિકા સદસ્યના પતિ અને તેમના અન્ય સાથીદારો દ્વારા અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો. પરિવારની મહિલા સાથે વાત કરતો હોવાની શંકા રાખી માર માર્યાનો પીડિતે આરોપ લગાવ્યો છે. આ સમગ્ર મામલે પીડિતને ઊનાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ સમાચાર શેર કરો