Video: સરદાર પટેલ અંગે સુરજેવાલાના નિવેદનને લઈને ભાજપના આકરા પ્રહાર

અમદાવાદમાં સરદાર પટેલ જયંતિ પર આયોજિત કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાના નિવેદન સામે ભાજપે આક્રમક પ્રહાર કર્યા છે. રણદીપ સુરજેવાલાએ સરદાર સાહેબના વંશજ અને ઉત્તરાધિકારી રાહુલ ગાંધી અને કોંગ્રેસનો દરેક વ્યક્તિ વોટની રક્ષા માટે અડગ ઊભો છે તેવું નિવેદન આપ્યુ હતુ..જેથી રાજકીય ગરમાવો સર્જાયો. ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે કહ્યું કે, સરદાર સાહેબ માત્ર કોંગ્રેસના નહીં પરંતુ અખંડ ભારતના શિલ્પી અને વિશ્વનેતા હતા. ડૉ. અનિલ પટેલે સવાલ ઉઠાવ્યો હતો કે આજદિન સુધી રાહુલ ગાંધી કે કોંગ્રેસના કોઈ મોટા નેતા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની મુલાકાતે કેમ નથી ગયા?.....








