મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જુલાઈમાં ભાજપની વિસ્તૃત કારોબારી, નવા અધ્યક્ષ અને મંત્રીમંડળના વિસ્તરણ પર થશે ચર્ચા!

ગુજરાત ભાજપની વિસ્તૃત કારોબારી બેઠક જુલાઈમાં મળવા જઈ રહી છે. પ્રદેશ ભાજપની વિસ

જુલાઈમાં ભાજપની વિસ્તૃત કારોબારી, નવા અધ્યક્ષ અને મંત્રીમંડળના વિસ્તરણ પર થશે ચર્ચા!

ગુજરાત ભાજપની વિસ્તૃત કારોબારી બેઠક જુલાઈમાં મળવા જઈ રહી છે. પ્રદેશ ભાજપની વિસ્તૃત કારોબારી બેઠક ૪ અને ૫ જુલાઈએ સાળંગપુર બોટાદમાં યોજાવાની છે. જેમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહેલ, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત સંગઠનના તમામ નેતાઓ અને પદાધિકારીઓ હાજર રહેશે. જો કે ભાજપ દ્વારા જાહેર કરાયેલ પત્રમાં હાજર રહેવા માટે અપેક્ષિત સ્તર સંગઠનના મંડલ પ્રમુખો સુધી રાખવામાં આવ્યું છે.

આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ અને મંત્રીમંડળનું વિસ્તરણ પર થશે ચર્ચા થઇ શકે છે. તો સાથેસાથે છેલ્લી 2 ટર્મથી ગુજરાતમાં લોકસભાની 26માંથી 26 સીટો જીતતું ભાજપ આ વખતે 25 સીટો જ કેમ જીત્યું એના પર પણ ચિંતન કરવામાં આવશે. ગુજરાત ભાજપ વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ પાંચે પાંચ બેઠક જીત્યું છે ત્યારે અર્જુન મોઢવાડીયા અને સી.જે.ચાવડા જેવા નેતાઓને મંત્રી બનાવવા અંગે પણ ભાજપ વિચાર વિમર્શ કરી શકે છે.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે નવસારીના સાંસદ સી.આર.પાટીલની ટર્મ પૂર્ણ થઇ છે અને પાટીલને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું છે ત્યારે ગુજરાત ભાજપને જુલાઈમાં નવા અધ્યક્ષ મળવાનું નક્કી છે ત્યારે નવા અધ્યક્ષની પસંદગી અંગે પણ ભાજપની વિસ્તૃત કારોબારી બેઠકમાં ચર્ચા થઇ શકે છે.

આ સમાચાર શેર કરો