મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કોંગ્રેસ કોર્પોરેટરના ઘરે ભાજપ કોર્પોરેટરના પતિ સહિત 7 લોકો જુગાર રમતા ઝડપાયા

હારિજ પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટરના ઘરમાં જ જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પાટણ

કોંગ્રેસ કોર્પોરેટરના ઘરે ભાજપ કોર્પોરેટરના પતિ સહિત 7 લોકો જુગાર રમતા ઝડપાયા

હારિજ પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટરના ઘરમાં જ જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પાટણ એલસીબીએ રેડ કરી 7 લોકોને 84 હજારના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા.કોંગ્રેસ કોર્પોરેટરના ઘરે પકડાયેલા જુગારીઓમાં હારિજ પાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ પણ હતા. કોંગ્રેસના કોર્પોરેટરના ઘરે  જુગાર રમતા ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ પકડાતા રાજકીય ક્ષેત્રે પણ મુદ્દો ચર્ચાની એરણે ચડ્યો છે.

પાટણ એલસીબી પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન હારિજનાં અમૃતપુરા વિસ્તારમાં કોર્પોરેટર ચંદનજી જવાનજી ઠાકોરનાં ઘરે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેડ કરી હતી. જ્યાં સ્થળ ઉપર જુગાર રમતાં હારિજ પાલિકાના મહિલા કોર્પોરેટરનાં પતિ જીતેન્દ્રકુમાર ભીલ સહિત સાત શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. આ સાથે રોકડ 23500, 8 મોબાઈલ, મોટરસાયકલ સહિત 84000 નો મુદામાલ જપ્ત કર્યો હતો.

હારીજ શહેરમાં જુગાર રમવા કોંગ્રેસ ભાજપની સહિયારી ભાગીદારી 

શહેરમાં જુગારધામ પર એલ સી બી ની રેડમાં  પાલિકાના ટેક્સ સુપ્રીટેન્ડન્ટને ધમકી આપનાર હારીજ પાલિકાના મહિલા સદસ્યના પતિ જીતુભાઇ ભીલ જુગાર રમતા ઝડપાયા છે. જુગાર રમાડતા મકાન માલિક કોર્પોરેટર ચંદનજી ઠાકોર હાજર ન હોઈ ઝડપાયો નથી. LCBએ પાડેલી રેડમાં પકડાયેલા 7 ઉપરાંત જુગાર રમાડનાર કોર્પોરેટર ચંદનજી સહિત કુલ આઠ શખ્સો સામે હારિજ પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પકડાયેલા આરોપીઓનાં નામ‎
જીતેન્દ્રભાઇ હસમુખભાઇ ભીલ, (મહિલા કોર્પોરેટરના પતિ)‎હારિજ
રાજુભાઇ કલ્યાણભાઈ રાવળ,રાવળવાસ હારિજ‎
વકીલસંગ ચતરસંગ ઠાકોર, રેલ્વે ફાટક સામે હારિજ‎
પીયૂષભાઈ ગુણવંતભાઈ મિસ્ત્રી, જલારામપાર્ક હારિજ
સલીમ મુળજીભાઈ સિપાઈ, નવી પાંજરાપોળ હારિજ
પુનિત ઠાકારશી ઠકકર, વાંકલ માતાજીના મંદિર પાસે ‎હારિજ
અનિલ રસિકલાલ કંસારા, બોરિંગ ચાલી હારિજ

આ સમાચાર શેર કરો