મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત: ભાજપ કોર્પોરેટરને ફૂડ પોઈઝનિંગ!, હોસ્પિટલમાં કરાયા એડમિટ

સુરતમાં ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂતને ફૂડ પોઈઝનિંગની અસર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગેની જાણકા

સુરત: ભાજપ કોર્પોરેટરને ફૂડ પોઈઝનિંગ!, હોસ્પિટલમાં કરાયા એડમિટ

સુરતમાં ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂતને ફૂડ પોઈઝનિંગની અસર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગેની જાણકારી તેમના મોટા ભાઈએ આપી છે. 

ધારાસભ્ય સંગીતા પાટીલ હોસ્પિટલ પહોંચ્યા

પૂર્વ શાસક પક્ષ નેતા રહી ચૂકેલા અને કોર્પોરેટર અમિત રાજપૂતને હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ધારાસભ્ય સંગીતા પાટીલ પણ તેમની ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.

ભાજપ કોર્પોરેટર અમિત રાજપૂતના મોટા ભાઈ અમરસિંહ રાજપૂતે જણાવ્યું કે, શરદ પૂર્ણિમાની રાત્રે દૂધપૌઆ ટેરેસ પર મૂકવામાં આવ્યા હતા. બીજા દિવસે સવારે આ દૂધપૌઆ આરોગ્યા બાદ વોમિટ થઈ હતી. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  જ્યાં તબીબે ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું જણાવ્યું હતું.

તબિયત વધારે ન બગડે માટે ઓબ્ઝર્વેશનમાં રખાયા

ફૂડ પોઈઝનિંગની અસરના કારણે પેટ સાફ કરવાની સારવાર કરાવવામાં આવી હતી. જોકે, તેમની તબિયત વધારે ન બગડે એટલા માટે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. 

આ સમાચાર શેર કરો