By-election Results 2024: ગુજરાત વિધાનસભાની ભાજપની વિજાપુર, પોરબંદર, વાઘોડિયામાં જીત
લોકસભા ચૂંટણીના પરિણામ વચ્ચે 12 રાજ્યની 25 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીના પરિણામ પણ જાહેર થઇ રહ્યાં છે. ગુજરાતની 5 વિધાન

લોકસભા ચૂંટણીના પરિણામ વચ્ચે 12 રાજ્યની 25 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીના પરિણામ પણ જાહેર થઇ રહ્યાં છે. ગુજરાતની 5 વિધાનસભા બેઠકના પરિણામ પણ જાહેર થઇ રહ્યાં છે. ગુજરાતની તમામ 5 બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે.
માણાવદરમાં અરવિંદ લાડાણીની જીત
માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર અરવિંદ લાડાણીને 75,155 તો કોંગ્રેસ ઉમેદવાર હરિભાઈ કણસાગરને 46,291 મત મળ્યાં છે. ભાજપની 28,864 મતની લીડથી જીત થઇ છે.
વાઘોડિયામાં ભાજપની જીત
વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે. કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ ગોહિલની હાર થઈ છે.
વિજાપુરમાં કોંગ્રેસે હાર સ્વીકારી
વિજાપુર પેટા વિધાનસભા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલે હાર સ્વીકારી, મત ગણતરી કેન્દ્રથી રવાના થયા
અર્જુન મોઢવાડિયાની જીત
પોરબંદર વિધાનસભા બેઠક પેટાચૂંટણીમાં અર્જુન મોઢવાડિયાની જીત થઈ છે.
પોરબંદરમાં ભાજપ 66,232 મતની લીડથી આગળ
પોરબંદર વિધાનસભા બેઠક પેટાચૂંટણીમાં 10 રાઉન્ડની મત ગણતરીમાં ભાજપના અર્જુન મોઢવાડિયામાં 73252 મત મળ્યા જ્યારે કોંગ્રેસના રાજુ ઓડેદરાને 7020 મત મળ્યા
ખંભાત: ચિરાગ પટેલ 39328 મતથી આગળ
ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ચિરાગ પટેલ 39328 મતથી આગળ, કોંગ્રેસના મહેન્દ્ર પરમારને 22783 મત મળ્યા. ભાજપ 16545 મતથી આગળ








