મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નર્મદા : ટ્રેક્ટર સાથે બાઇક ચાલક અથડાતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત, પરિવાર શોકમાં ગરકાવ

નર્મદા જિલ્લાના બુંજેઠા જેઠા ગામેથી હોન્ડા શાઇન બાઈક લઈને ડભોઇ તરફ જતા 23 વર્ષીય યુવાનનું ઘુમ્મસને કારણે

નર્મદા : ટ્રેક્ટર સાથે બાઇક ચાલક અથડાતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત, પરિવાર શોકમાં ગરકાવ

નર્મદા જિલ્લાના બુંજેઠા જેઠા ગામેથી હોન્ડા શાઇન બાઈક લઈને ડભોઇ તરફ જતા 23 વર્ષીય યુવાનનું ઘુમ્મસને કારણે થયેલા માર્ગ અકસ્માતમાં સ્થળ પર જ મોત થઈ ગયું. ડભોઇથી તિલકવાડા માર્ગ પર અકોટી ગામ નજીક આ દુખદ ઘટના બની, જેમાં પાછળના સવારને નાની-મોટી ઈજા પહોંચી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી છે.

બુધવારની સવારે નર્મદા જિલ્લાના બુંજેઠા જેઠા ગામના દેવરાજસિંહ મહેન્દ્રસિંહ પરમાર (ઉં. 23) પોતાની હોન્ડા શાઇન બાઈક લઈને ડભોઇ તરફ જઈ રહ્યા હતા. તેમની સાથે બાઈક પર પાછળ એક અન્ય વ્યક્તિ પણ સવાર હતી. અકોટી ગામ નજીક ઘુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી જતાં આગળ ચાલતા ટ્રેક્ટરનો અંદાજ ન આવ્યો. જેના કારણે બાઈક પાછળથી ધડાકેભેર ટ્રેક્ટર સાથે અથડાય હતું, જેનાથી ગંભીર અકસ્માત થયો હતો. દેવરાજસિંહને ગંભીર ઈજા થતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક પર પાછળના સવારને નાની-મોટી ઈજા પહોંચી હતી, જેમને સ્થાનિક લોકોએ પ્રથમ તબીબી સહાય આપી. 

ઘટનાની જાણ થતાં ચાંદોદ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી  છે.

આ ઘટનાથી અકોટી અને આસપાસના વિસ્તારોમાં શોકની લહેર ફેલાઈ ગઈ. દેવરાજસિંહના પરિવારજનોને આ કારણે ભારે આઘાત લાગ્યો છે. સ્થાનિક લોકોએ માંગ કરી છે કે, ઘુમ્મસવાળા વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની ટુકડી તૈનાત કરવામાં આવે અને વાહનો પર ફોગ લાઈટ્સ ફરજિયાત કરવામાં આવે. 

આ સમાચાર શેર કરો