VIDEO: મુંદ્રા તાલુકાની નર્મદા કેનાલમા માતાએ 3 બાળકો સાથે ઝંપલાવ્યું, 1નો મૃતદેહ મળ્યો, અન્યની શોધખોળ શરૂ
VIDEO: કચ્છ જિલ્લામાં આજે શુક્રવારે બપોરે એક ગો
VIDEO: કચ્છ જિલ્લામાં આજે શુક્રવારે બપોરે એક ગોઝારી ઘટના બની હતી. જેમાં મુંદ્રા તાલુકાની નર્મદા કેનાલમાં માતા પોતાના ત્રણ સંતાનો સાથે પડતું મૂક્યું હતું. આ ઘટનાને લઈ આસપાસમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિકો, પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેમાં માતાનો આબાદ બચાવ થયો હતો.
હાલ માતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે એક બાળકી મૃત મળી આવેલી છે અને બે બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જાણવા મળતી વિગતો મુજબ મુંદ્રા તાલુકાના સોઢા કેમ્પમાં પરિવાર વસવાટ કરતો હતો.આ ઘટનાથી તાલુકાના સોઢા કેમ્પમાં વસવાટ કરતા પરિવાર પર આભ ફાટી નીકળ્યું હતું.



