Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Inflation: Retail inflation rose to 2.07% in August, pressure on food prices increased rapidly

Inflation: ઓગસ્ટમાં છૂટક ફુગાવો વધીને 2.07% થયો, ખાદ્ય પદાર્થોના ભાવ પર ઝડપથી દબાણ વધ્યું

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Inflation: ઓગસ્ટમાં છૂટક ફુગાવો વધીને 2.07% થયો, ખાદ્ય પદાર્થોના ભાવ પર ઝડપથી દબાણ વધ્યું
સોર્સ : GSTV

Inflation: ઓગસ્ટ-2025માં ભારતનો છૂટક ફુગાવાનો દર વધીને 2.07 ટકા થયો હતો. જુલાઈમાં તે 1.55 ટકા હતો. આ માહિતી શુક્રવારે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી હતી. છેલ્લા નવ મહિનાથી ફુગાવો સતત ઘટી રહ્યો હતો. જુલાઈમાં, તે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના 2 થી 6 ટકાના લક્ષ્યાંકથી પણ ઘણો નીચે હતો. જુલાઈમાં ફુગાવાનો દર 1.55 ટકા હતો જે જૂન 2017 પછીનો સૌથી નીચો હતો. જુલાઈમાં ફુગાવાનો દર જૂન 2025ની સરખામણીમાં 55 બેસિસ પોઈન્ટ ઘટ્યો હતો.

App Store

ઓગસ્ટમાં ખાદ્ય ફુગાવો -0.69 ટકા હતો. આ જુલાઈ કરતા 107 બેસિસ પોઈન્ટ વધુ છે. ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્ય ફુગાવો -0.70 ટકા હતો, જે જુલાઈમાં -1.74 ટકા હતો. શહેરી વિસ્તારોમાં, આ દર -0.58 ટકા હતો, જે જુલાઈમાં -1.74 ટકા હતો. શહેરી વિસ્તારોમાં આ દર -0.58 ટકા હતો, જે ગયા મહિને -1.90 ટકા હતો. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આનું મુખ્ય કારણ શાકભાજી, માંસ, માછલી, તેલ અને ચરબી અને ઈંડાના ભાવમાં વધારો હતો.

ઓગસ્ટમાં ગ્રામીણ વિસ્તારોમાં એકંદર ફુગાવાનો દર 1.69 ટકા હતો, જે જુલાઈમાં 1.18 ટકા હતો. જ્યારે શહેરી વિસ્તારોમાં તે 2.47 ટકા હતો, જે પાછલા મહિનામાં 2.10 ટકા હતો.

રાજ્યોમાં મોંઘવારીની સ્થિતિ
રાજ્યોની વાત કરવામાં આવે તો ઓગસ્ટ મહીનામાં કેરળમાં સૌથી વધુ 9.04 ટકા મોંઘવારી નોંધાઇ હતી. આ પછી, કર્ણાટકમાં 3.81 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 3.75 ટકા, પંજાબમાં 3.51 ટકા અને ઉત્તરાખંડમાં 2.90 ટકા ફુગાવો જોવા મળ્યો. બીજી તરફ, આસામ અને ઓડિશા જેવા કેટલાક રાજ્યોમાં નકારાત્મક ફુગાવો જોવા મળ્યો. તેનો અર્થ એ કે ગયા વર્ષની સરખામણીમાં ત્યાં ભાવમાં ઘટાડો થયો.

ક્ષેત્રવાર જોઈએ તો, આરોગ્ય ક્ષેત્રમાં સૌથી વધુ ફુગાવો જોવા મળ્યો. ઓગસ્ટમાં તે 4.40 ટકા હતો, જે જુલાઈમાં 4.57 ટકા હતો. હાઉસિંગ ફુગાવો, જે ફક્ત શહેરી વિસ્તારો માટે માપવામાં આવે છે, ઓગસ્ટમાં 3.09 ટકા હતો. જુલાઈમાં તે 3.17 ટકા હતો. પરિવહન અને સંદેશાવ્યવહારમાં ફુગાવાનો દર 1.94 ટકા હતો, જે જુલાઈમાં 2.12 ટકા હતો. ઈંધણ અને વીજળીમાં પણ ફુગાવાનો દર ઘટ્યો. ઓગસ્ટમાં તે 2.43 ટકા હતો, જ્યારે જુલાઈમાં તે 2.67 ટકા હતો.

આ આંકડા દર્શાવે છે કે ખાદ્યપદાર્થોના ભાવમાં વધારાથી ફુગાવો વધ્યો છે. જોકે, કેટલાક ક્ષેત્રોમાં ફુગાવાના દરમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો.