મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યભરમાં બાઈક ચોરીનો તરખાટ મચાવનાર દબોચાયા, છોટાઉદેપુરમાં મધ્યપ્રદેશની ટોળકીના બે ઝડપાયા

રાજ્યભરમાં બાઈક ચોરીનો તરખાટ મચાવનાર મધ્યપ્રદેશ ટોળકીએ આતંક ઉભો કર્યો હતો.

રાજ્યભરમાં બાઈક ચોરીનો તરખાટ મચાવનાર દબોચાયા, છોટાઉદેપુરમાં મધ્યપ્રદેશની ટોળકીના બે ઝડપાયા

રાજ્યભરમાં બાઈક ચોરીનો તરખાટ મચાવનાર મધ્યપ્રદેશ ટોળકીએ આતંક ઉભો કર્યો હતો. જો કે, આ ગેંગ છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશન મથક વિસ્તારમાં આવી હતી. જેથી પોલીસે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ચોરાયેલી મોટર સાયકલો સાથે આંતરરાજ્યની(મધ્યપ્રદેશ) ટોળકીના બે ઇસમોને ઝડપી લીધા હતાં. પકડાયેલા આરોપીઓ પાસેથી 3.85 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. હાલ પોલીસે 8 જેટલા ગુનાનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Video: સ્માર્ટ ગુજરાતની વાસ્તવિકતા! પૂરતાં ઈન્ટરનેટના અભાવે e-kycની વિટંબણાનો ભોગ બનતા ગ્રામજનો

બાતમીના આધારે ઝડપાયા
                       
બાતમી પ્રમાણે પહેલા ધમોડી હોટલ પરથી ચોરાયેલ સપ્લેન્ડર મોટર સાયકલ લઇને બે ઇસમો કઠીવાડા તરફથી છોટાઉદેપુર તરફ આવનાર છે. જે મુજબ હલ્દી મહુડી ચોકડી પર વાહન ચેકિંગમાં હતા. તે દરમ્યાન મોટર સાયકલ લઈને બે ઇસમો કઠીવાડાથી છોટાઉદેપુર આવતા હોય તેને રોકવા હાથ વડે ઇસારો તેઓ રોકાયેલ નહી. પોતાની મોટર સાઇકલ લઈને નાસવા લાગ્યા હતાં. જેથી પોલીસે પીછો કરી કોર્ડન કરી પકડી પાડ્યા હતાં. 

ચોરીની બાઈક છૂપાવી દેતા

રાત્રીના સમયે છોટાઉદેપુરથી રંગપુર બાજુ આશરે દશેક કિલોમીટર જતા એક હોટેલની આગળ પડેલ મોટર સાયકલની લોક તોડી તેના બીજા પાંચ મિત્રોએ ભેગા મળી ચોરી કરી હતી. તે દિવસે રાત્રીના છોટાઉદેપુર નદી કાંઠે આવેલ સરકારી દવાખાના પાસે આવેલા એક સોસાયટીમાંથી રાત્રી દરમ્યાન બે પલ્સર મોટર સાયકલ ચોરી કર્યાની કબુલાત કરી હતી. ચોરી કરેલી મોટર-સાયકલો અલગ-અલગ જગ્યાએ સંતાડી રાખી હતી. 

આ સમાચાર શેર કરો