Khyati Hospital કાંડ મામલે મોટા સમાચાર, આરોપી ડો.પ્રશાંત વઝીરાણી હવે પ્રેક્ટિસ નહીં કરી શકે
ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આરોપી ડો.પ્રશાંત વઝીરાણીની મુશ્કેલીમાં વધારો થયો છે. તબીબ તરીક

ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આરોપી ડો.પ્રશાંત વઝીરાણીની મુશ્કેલીમાં વધારો થયો છે. તબીબ તરીકે પ્રેક્ટિસ કરતા ડો.પ્રશાંત વઝીરાણી હવે પ્રેક્ટિસ નહીં કરી શકે. ખ્યાતી હોસ્પિટલ કાંડના ડો.પ્રશાંત વઝીરાણીને NMCએ આપેલ સ્ટે હટાવ્યો છે. અગાઉ ડો.પ્રશાંત વઝીરાણીનું મેડિકલ લાઇસન્સ રદ્દ કરવાના નિર્ણય પર NMCનો સ્ટે આપ્યો હતો.
ગુજરાત મેડિકલ કાઉન્સિલે તબીબનું લાઇસન્સ રદ્દ કરવાના નિર્ણયને NMCએ યોગ્ય ગણાવ્યો હતો. ખ્યાતી હોસ્પિટલના કાંડ બાદ ડો.પ્રશાંત વઝીરાણીનું લાઇસન્સ 3 વર્ષ બાદ માટે રદ્દ રહેશે.
શું છે સમગ્ર મામલો?
અમદાવાદ શહેરના SG હાઈવે પર સ્થિત ખ્યાતિ હોસ્પિટલ થોડા દિવસ પહેલા સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની હતી. જ્યાં ભોળા લોકોને અંધારામાં રાખીને સરકારી યોજનાનો લાભ લઈ પૈસા પડાવવાનું મોટું કાવતરું સામે આવ્યું હતું. કડી તાલુકાના બોરીસણા ગામના બે વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયા બાદ આ સમગ્ર કારસ્તાન બહાર આવ્યું હતું.
આ સમગ્ર કારસ્તાનના મુખ્ય સૂત્રધાર એટલે કે ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂત, CEO રાહુલ જૈન સહિત પાંચેય આરોપીઓને ગતરોજ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં અગાઉ ઓપરેશન કરનાર ડૉ. પ્રશાંત વઝીરાણીની ધરપકડ થઈ ચૂકી હતી. જેમાં અમદાવાદ જીલ્લા ગ્રામ્ય કોર્ટ દ્વારા આરોપીઓની નિયમિત જામીન અરજી ફગાવી નાખી હતી.






