મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી લેટરકાંડ મામલે મોટા સમાચાર, કોર્ટે અન્ય 3 આરોપીઓના જામીન કર્યા નામંજૂર

અમરેલીઃ લેટરકાંડ મામલે 4 આરોપીઓમાંથી યુવતીને જામીન મળ્યા બાદ અન્ય 3 આરોપીઓ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી. જેને સેશન્સ કોર

અમરેલી લેટરકાંડ મામલે મોટા સમાચાર, કોર્ટે અન્ય 3 આરોપીઓના જામીન કર્યા નામંજૂર

અમરેલીઃ લેટરકાંડ મામલે 4 આરોપીઓમાંથી યુવતીને જામીન મળ્યા બાદ અન્ય 3 આરોપીઓ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી. જેને સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, ગઈકાલે આ મામલામાં આરોપી યુવતીને જામીન આપવામાં આવ્યા હતા. 

વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાને બદનામ કરવા રાજકીય કાવતરૂ ઘડવા મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મુખ્ય આરોપી યુવા ભાજપનો પૂર્વ પ્રમુખ મનીષ વઘાસીયા સહીત 3 આરોપીના જામીન મામલે સુનાવણી હાથ ધરવામા આવી હતી.  

આ પણ વાંચોઃ અમરેલી 'લેટરકાંડ'/ કાર્યવાહીથી લઈ ડેમેજ કંટ્રોલ સુધી, યુવતીના બંધારણીય અધિકારોના હનનનો હિસાબ કોણ આપશે?

ત્યારે અમરેલી સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીના જામીન નામંજૂર કર્યા છે. ગઈકાલે માત્ર યુવતીને જામીન મળે તે માટે ફરિયાદી દ્વારા પ્રયાસ કરવામા આવ્યા હતા અને મોડી સાંજે તેને જામીન મળ્યા હતા.   મહત્ત્વનું છે કે, અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને 3 જાન્યુઆરી 2025ના રોજ જામીન મળ્યા હતા. ત્યારબાદ જેલમાંથી બહાર આવતાની સાથે જ તેણે  'સત્યમેવ જયતે' કહ્યું હતું.   જેલમુક્ત થયા બાદ યુવતી પોતાના ગામે પહોંચી હતી. જ્યાં ગ્રામજનોએ તેનું ઢોલ-નગારા સાથે સામૈયું કર્યું હતું. જણાવી દઈએ કે, લેટરકાંડ કેસના ચાર આરોપી વિરૂદ્ધ અલગ અલગ સાયબર એક્ટ મુજબના ગુના નોંધાયા છે.

આ સમાચાર શેર કરો