VIDEO:તંત્રની બેદરકારીથી મહીકેનાલ બ્રિજ પાસે મોટું ગાબડું,
એક તરફ ચોમાસુ અને બીજી તરફ તંત્રની બેદરકારીથી ખેડાની રસુલપુરા મહિકેનાલનો સુપર પેસેજનો એક તરફનો મોટો


એક તરફ ચોમાસુ અને બીજી તરફ તંત્રની બેદરકારીથી ખેડાની રસુલપુરા મહિકેનાલનો સુપર પેસેજનો એક તરફનો મોટો ભાગ તૂટી પડતા મોટું ગાબડું પડ્યુ છે...ખેડૂતો માટે ચિંતા ઉભી કરનાર આ ઘટના બાદ જીએસીવી ગ્રાઉન્ડ ઝીરો પરની સ્થિતિ સામે આવ્યું,.ગળતેશ્વર-સેવાલીયા વિસ્તારમાં ખાબકેલા ભારે વરાસાદ બાદ આ ગાબડું પડ્યું..રસુલપુરા મહીકેનાલના બ્રિજની સાઈડ વોલ તૂટી પડતાં રોડ પર ભયાનક ભુવો પણ પડ્યો છે...જેના કારણે સ્થાનિકો અને ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે...સ્થાનિકોએ સમયસર ઈજનેરને જાણ કરી હોવા છતાં ઉદાસિનતાને કારણે એક નાનુ ગાબડાએ મોટા ભૂવાનું સ્વરૂપ લઈ લીધું છે...
વરસાદી પાણીના તીવ્ર પ્રવાહને કારણે બ્રિજ પાસેનો અડધો રસ્તો ધોવાઈ ગયો છે...જેના કારણે 300 થી 400 ખેડૂતો અને ગ્રામજનો માટે પોતાના ખેતરે કે અવરજવર કરવાનો માર્ગ સાવ બંધ થઈ ગયો છે...સ્થાનિકો અનુસાર 10 વર્ષથી કેનાલની જાળવણીનો અભાવ છે...
છેલ્લા ઘણા વર્ષોથી આ જર્જરિત બ્રિજ કે કેનાલનું કોઈ રિપેરિંગ કરાયું નથી….કેનાલની આસપાસ ઊગી નીકળેલાં ઝાડી-ઝાંખરાની સફાઈ પણ તંત્ર દ્વારા કરવામાં આવી નથી..સૌથી મોટી વાત એ છે કે, સતત ૫ દિવસ સુધી ભુવો એમ જ પડ્યો રહ્યો અને સ્થાનિકો હેરાન થતા રહ્યા.. છેક ૬ઠ્ઠા દિવસે તંત્ર કુંભકર્ણી નિદ્રામાંથી જાગ્યું અને સમારકામની કામગીરી શરૂ કરી..ગ્રામલોકોની લાગણી છે કે, અધિકારીઓની બેદરકારીની સજા આખુ ગામ ભોગવી રહ્યું છે...




