મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : નર્મદા કેનાલના પાળા ક્ષતિગ્રસ્ત: ત્રણ સ્ટોન કારખાનેદારોને તંત્રની નોટિસ

હળવદના સાપકડા પાસે મોરબી બ્રાન્ચ નર્મદા કેનાલના પાળા ક્ષતિગ્રસ્ત થવાના મામલે તં

હળવદના સાપકડા પાસે મોરબી બ્રાન્ચ નર્મદા કેનાલના પાળા ક્ષતિગ્રસ્ત થવાના મામલે તંત્ર હરકતમાં આવ્યું છે. બ્લેક ક્વોરીના ત્રણ કારખાનેદારોને નોટિસ ફટકારવામાં આવી છે.શિવ સ્ટોન, ઉમા સ્ટોન અને જેઠવા સ્ટોનના સંચાલકોને છ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ઓવરલોડ ડમ્પરની અવરજવર તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેવી આકરી ચેતવણી આપવામાં આવી છે.કેનાલના પાળા પર તિરાડ પડવાના અહેવાલ બાદ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. ખેડૂતોના હિત સાથે કોઈપણ પ્રકારના ચેડાં સહન નહીં કરવામાં આવે તેમ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે.

આ સમાચાર શેર કરો